‘ફક્ત મહિલાઓ માટે’ બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’

સુપરહિટ ગુજરાતી ફિલ્મો ‘ફક્ત મહિલાઓ માટે’ અને ‘૩ એક્કા’ ની જ્વલંત સફળતા બાદ નિર્માતાઓ આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા એમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ ની આજે જાહેરાત કરવામાં આવી. આ ફિલ્મને જય બોડસ અને પાર્થ ત્રિવેદી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, ઈશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ આ વર્ષમાં જન્માષ્ટમીએ રીલીઝ કરવાનું આયોજન છે.

FAKT PURUSHO MAATE announcement

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો #GujaratiMovies

નવી ગુજરાતી ફિલ્મ ‘બિલ્ડર બોય્ઝ’

ગુજરાતી ફિલ્મ ‘ચબૂતરો’ ના મેકર્સ નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટાઇટલ છે ‘બિલ્ડર બોય્ઝ’. આ ફિલ્મને ચાણક્ય પટેલ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે અને આ ફિલ્મમાં રોનક કામદાર, શિવમ પારેખ તેમજ ઈશા કંસારા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ સેતુ કુશલ પટેલ અને નેહા રાજોરા દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies

@GujaratiMovies

ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું ટીઝર રીલીઝ થયું

યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, હિતુ કનોડિયા, ઈશા કંસારા, કિંજલ રાજપ્રિય, તર્જની ભાડલાને ચમકાવતી ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું ટીઝર આજે રીલીઝ કરવામાં આવ્યું. ફિલ્મ ૧૮ ઓગસ્ટે રીલીઝ થવાની છે.

Official teaser of Gujarati movie “3 Ekka”

ગુજરાતી ફિલ્મોની આવી જ નવીનતમ અપડેટ્સ માટે અમને હમણાં જ ફોલો કરો

ગુજરાતી ફિલ્મ ‘મિડનાઇટ્સ વિથ મેનકા’ રિલીઝ થઈ

વિરલ શાહ દિગ્દર્શિત, કોકોનટ મોશન પિક્ચર્સ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘મિડનાઇટ્સ વિથ મેનકા’ આજે રિલીઝ થઈ છે. મલ્હાર ઠાકર, ઈશા કંસારા, હાર્દિક સાંગાણી, વિનીતા રાજપૂતને પ્રમુખ ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મનો કોન્સેપ્ટ તદ્દન અલગ છે, જે એક રિયલ સ્ટાર ની ફેક સ્ટોરી છે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ માહિતી માટે ફોલો કરો

‘વાંઢા વિલાસ’ નું ટ્રેલર લોન્ચ થયું

દ્વીઅર્થી સંવાદો ધરાવતી ચિન્મય પરમાર દિગ્દર્શીત ગુજરાતી ફિલ્મ ‘વાંઢા વિલાસ’ નું ટ્રેલર લોન્ચ થયું. ‘છેલ્લો દિવસ’ અને ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ જેવી સુપરહીટ ફિલ્મોના નિર્માતા વૈશલ શાહે આયુષ મહેતા સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે જ્યારે આ બંને ફિલ્મોના દિગ્દર્શક કૃષ્ણદેવ યાગ્નીકે લેખનની જવાબદારી લીધી છે અને ચિન્મય પરમારે દિગ્દર્શન કર્યું છે. જુઓ વાંઢા વિલાસનું ટ્રેલર

મિજાજ નું ટ્રેલર થયું લોન્ચ

કંઇક હટકે અને એક્શનપેક ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ નું ટ્રેલર આવી ગયું છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, રેવન્ત સારાભાઇ, ઇશા કંસારા સાથે અભિનય બેંકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના દિગ્દર્શક છે તપન વ્યાસ, જેમણ આ પહેલા ઓ ત્તારી ફિલ્મ દિગ્દર્શીત કરી હતી. જુઓ આ ફિલ્મનું ટ્રેલર અને પસંદ પડે તો તમારા મિત્રોને પણ શેર કરો.