ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ હવે રીલીઝ થશે હિન્દીમાં

‘અમર બલિદાન’ નામની નવલકથા પરથી બનેલી ઐતિહાસીક ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ હવે હિન્દી ભાષામાં રીલીઝ થવા જઈ રહી છે. વિજયગીરી બાવા દિગ્દર્શિત આ ફિલ્મને હિન્દીમાં પેન મરૂધર દ્વારા રીલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, એમ મોનલ ગજ્જર, ચેતન ધનાણી, ફિરોઝ ઇરાની સહિત ઘણા બધા કલાકારો છે. ‘કસુંબો’ ફિલ્મ હિન્દી ભાષામાં 3 મે ના રોજ રીલીઝ થશે. આજે આ ફિલ્મનું હિન્દી ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું.

(KASOOMBO Hindi trailer)

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો #GujaratiMovies

‘સમંદર’ રીલીઝ થશે 17 મે ના રોજ

ગુજરાતી ફિલ્મ ‘સમંદર’ હવે રીલીઝ થશે 17મી મે ના રોજ. આજે રીલીઝ થયું નવું પોસ્ટર. વિશાલ વડાવાલા દિગ્દર્શિત આ ફિલ્મમાં મયુર ચૌહાણ (માઇકલ) અને જસવંતસિંહ વાઢેર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું ટીઝર જોયા બાદ ફિલ્મ જોવાની ઉત્કંઠા વધી ગઈ છે અને લોકો આતુરતાથી ફિલ્મ રીલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

(Poster of Gujarati movie SAMANDAR)

થોડા દિવસો પહેલા જ આ ફિલ્મનું એક જોરદાર ગીત ‘સાવજ ના ઠેકાણા’ રીલીઝ થયું છે, જેને કેદાર – ભાર્ગવે સંગીતબધ્ધ કર્યું છે, ભાર્ગવ પુરોહિત લખ્યું અને ગાયું છે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો #GujaratiMovies

ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’ નું પોસ્ટર લોન્ચ

ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’ નું પહેલું પોસ્ટર લોન્ચ થયું. પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા નિર્મિત આ ફિલ્મના ડિરેક્ટર છે ઉમંગ વ્યાસ. આ ફિલ્મમાં માનસી પારેખ, વિરાજ ઘેલાની, ઓજસ રાવલ, જયેશ મોરે, ચેતન દૈયા, સંજય ગોરડિયા, સંજય ગલસર, નિસર્ગ ત્રિવેદી, ભાવિની જાની, કૃણાલ પંડિત સહિતના કલાકારો જોવા મળશે. ‘ઝમકુડી’ ફિલ્મની રીલીઝ ડેટ 31 મે છે.

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies

ગુજરાતી ફિલ્મ ‘ચોર ચોર’ નું પોસ્ટર લોન્ચ થયું

રાજન રાઠોડ દિગ્દર્શિત, વિવેકા પટેલ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘ચોર ચોર’ નું પોસ્ટર આજે લોન્ચ થયું. આ ફિલ્મમાં અનુરાગ પ્રપન્ના, સુનિલ વિશ્રાની, હેમાંગ શાહ, રાજન રાઠોડ, ભૂષણ ભટ્ટ, વિવેકા પટેલ, ભૂમિકા પટેલ સહિતના કલાકારો છે. ફિલ્મની રીલીઝ તારીખ હવે જાહેર કરવામાં આવશે.

Chor Chor poster

ગુજરાતી ફિલ્મની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies

શૂટ ચાલે છે ગુજરાતી ફિલ્મ ‘ફ્રેન્ડો’ નું

અલગ અલગ વિષયો અને કથાવસ્તુ સાથે ગુજરાતી ફિલ્મો બને છે અને વધુ ને વધુ લોકો ગુજરાતી ફિલ્મો જોતા થયા છે. જેઓ અગાઉ ક્યારેય ગુજરાતી ફિલ્મો જોતા ન હતા તે પણ ગુજરાતી ફિલ્મો જોઈને એમ કહે છે હવે ગુજરાતી ફિલ્મો સારી બને છે. લોકોના આ પ્રતિસાદને કારણે હવે ગુજરાતી ફિલ્મમેકર્સનો જુસ્સો વધ્યો છે અને નવી નવી ગુજરાતી ફિલ્મો બનવા લાગી છે.

(Frendo movie clapboard)

હાલમાં એક નવી ગુજરાતી ફિલ્મનું અમદાવાદમાં શૂટ થઈ રહ્યું છે, જેનું નામ છે ‘ફ્રેન્ડો’ . વીર બંસરી ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મને વિપુલ શર્મા ડિરેક્ટ કરી રહ્યા છે અને સિનેમેટોગ્રાફર શ્રીકુમાર નાયર છે. આ ફિલ્મમાં તુષાર સાધુ, જય પંડયા, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ, કુશલ મિસ્ત્રી, ટ્વિન્કલ પટેલ, શિવાની પાંડે, રાગી જાની, પ્રશાંત બારોટ અને જૈમિનિ ત્રિવેદી સહિતના કલાકારો છે.

(Frendo cast)
(Director Vipul Sharma checking the shot)

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies

નવી ગુજરાતી ફિલ્મ ‘બિલ્ડર બોય્ઝ’

ગુજરાતી ફિલ્મ ‘ચબૂતરો’ ના મેકર્સ નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટાઇટલ છે ‘બિલ્ડર બોય્ઝ’. આ ફિલ્મને ચાણક્ય પટેલ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે અને આ ફિલ્મમાં રોનક કામદાર, શિવમ પારેખ તેમજ ઈશા કંસારા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ સેતુ કુશલ પટેલ અને નેહા રાજોરા દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies

@GujaratiMovies

અમદાવાદમાં થાય છે હાહાકાર

હાલમાં અમદાવાદમાં ગુજરાતી ફિલ્મનું શૂટ ચાલી રહ્યું છે અને આ ફિલ્મનું ટાઈટલ છે ‘હાહાકાર’. વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મને ડેબ્યૂટન્ટ ડિરેકરર પ્રતિકસિંહ ચાવડા ડિરેક્ટ કરી રહ્યા છે અને ફિલ્મમાં મયુર ચૌહાણ ઉર્ફે માઇકલ, હેમાંગ શાહ, આર.જે. મયંક, ચેતન દૈયા સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. સચિન બ્રહ્મભટ્ટ આ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર છે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને ફોલો કરી લો.

#GujaratiMovies

‘જગત’ નું ટ્રેલર રીલીઝ થયું

યશ સોની, ચેતન દૈયા, રિદ્ધિ યાદવને ચમકાવતી ગુજરાતી ફિલ્મ જગત નું ટ્રેલર રીલીઝ થયું. અનંતા બિઝનેસકોર્પ અને પટેલ પ્રોસેસીંગ સ્ટુડિયો દ્વારા બિગ બોક્સ સીરીઝના સહયોગમાં બનેલી આ ફિલ્મનું વાર્તા હર્ષિલ ભટ્ટ દ્વારા લખાયેલી છે અને દિગ્દર્શન પણ હર્ષિલ ભટ્ટે જ કર્યું છે. સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ ૩ મે ના રોજ રીલીઝ થશે.

Jagat trailer

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies

‘મારું મન તારું થયું’ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું

ગુજરાતી ફિલ્મ મારું મન તારું થયું નું ટીઝર આજે રીલીઝ થયું. રિલબુક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી સિદ્ધાર્થ ત્રિવેદી દિગ્દર્શિત આ ફિલ્મમાં ભરત ચાવડા, હિના જયકિશન, મુકેશ રાવ મુખ્ય ભૂમિકા ભજવે છે. ફિલ્મ ૧૦ મેના રોજ રીલીઝ થવાની છે.

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies