આજે રિલીઝ થઈ સૌપ્રથમ સાયન્સ ફિક્શન ગુજરાતી ફિલ્મ “શોર્ટ સર્કિટ”

૨૦૧૮ નું વર્ષ ગુજરાતી ફિલ્મ ચાહકો માટે હટકે વિષયો ધરાવતી ફિલ્મો લઈને આવ્યું અને હવે ૨૦૧૯ માં પણ ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે વધુ રસપ્રદ વિષયો ધરાવતી ફિલ્મો લઈને આવ્યું છે જેની શરૂઆત સર્વપ્રથમ સાયન્સ ફિક્શન ગુજરાતી ફિલ્મ “શોર્ટ સર્કિટ” થી થયું છે. ફૈસલ હાશ્મી દિગ્દર્શિત આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રજૂ થઈ છે, જેમાં મુખ્ય કલાકારો છે અમદાવાદના લોકપ્રિય આર.જે. ધ્વનિત ઠાકર, કિંજલ રાજપ્રિય, સ્મિત પંડ્યા અને ઉત્કર્ષ મજુમદાર પણ જોવા મળશે. ફૈસલ હાશ્મી આ પહેલા પણ “વિટામિન શી” જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મ આપી ચૂક્યા છે. નોંધનીય છે કે આ ફિલ્મમાં એક પણ ગીત નથી. એકમાત્ર પ્રમોશનલ ગીત બનાવવામાં આવ્યું છે, જે કેદાર – ભાર્ગવે સંગીતબદ્ધ કર્યું છે. બેકગ્રાઉન્ડ સંગીત મેહુલ સુરતી આપ્યું છે.

આ રહ્યું ગુજરાતી ફિલ્મ “શોર્ટ સર્કિટ” નું ટ્રેલર

ફિલ્મના ડાયલોગ પ્રોમો આપ નીચે આપેલી લીંક દ્વારા જોઈ શકો છો.

ગુજરાતી ફિલ્મોની નવીનતમ માહિતી માટે આપ અમને આ બ્લોગ સાથે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર પણ ફોલો કરી શકો છો.

http://www.facebook.com/gujaratimovies

http://www.instagram.com/gujaratimovies

http://www.twitter.com/gujaratimovies

‘વાંઢા વિલાસ’ નું ટ્રેલર લોન્ચ થયું

દ્વીઅર્થી સંવાદો ધરાવતી ચિન્મય પરમાર દિગ્દર્શીત ગુજરાતી ફિલ્મ ‘વાંઢા વિલાસ’ નું ટ્રેલર લોન્ચ થયું. ‘છેલ્લો દિવસ’ અને ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ જેવી સુપરહીટ ફિલ્મોના નિર્માતા વૈશલ શાહે આયુષ મહેતા સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે જ્યારે આ બંને ફિલ્મોના દિગ્દર્શક કૃષ્ણદેવ યાગ્નીકે લેખનની જવાબદારી લીધી છે અને ચિન્મય પરમારે દિગ્દર્શન કર્યું છે. જુઓ વાંઢા વિલાસનું ટ્રેલર