ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’ નું નવું પોસ્ટર લોન્ચ

ગુજરાતી ફિલ્મ ‘ઝમકુડી’ નું નવું પોસ્ટર લોન્ચ થયું. પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા નિર્મિત આ ફિલ્મના ડિરેક્ટર છે ઉમંગ વ્યાસ. આ ફિલ્મમાં માનસી પારેખ, વિરાજ ઘેલાની, ઓજસ રાવલ, જયેશ મોરે, ચેતન દૈયા, સંજય ગોરડિયા, સંજય ગલસર, નિસર્ગ ત્રિવેદી, ભાવિની જાની, કૃણાલ પંડિત સહિતના કલાકારો જોવા મળશે. ‘ઝમકુડી’ ફિલ્મની રીલીઝ ડેટ 31 મે છે.

(New poster of Gujarati movie JHAMKUDI)

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies

‘ફક્ત મહિલાઓ માટે’ બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’

સુપરહિટ ગુજરાતી ફિલ્મો ‘ફક્ત મહિલાઓ માટે’ અને ‘૩ એક્કા’ ની જ્વલંત સફળતા બાદ નિર્માતાઓ આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા એમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ ની આજે જાહેરાત કરવામાં આવી. આ ફિલ્મને જય બોડસ અને પાર્થ ત્રિવેદી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, ઈશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ આ વર્ષમાં જન્માષ્ટમીએ રીલીઝ કરવાનું આયોજન છે.

FAKT PURUSHO MAATE announcement

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો #GujaratiMovies

ગુજરાતી ફિલ્મ ‘સમંદર’ નું ટ્રેલર લોન્ચ થયું

વટ, વચન અને વેરની વાત લઈને આવી રહેલી કપ્તાન વિશાલ વડાવાલા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘સમંદર’ નું તોફાની ટ્રેલર આજે લોન્ચ થયું. કલ્પેશ પલાણ અને ઉદયરાજ શેખાવત નિર્મિત આ ફિલ્મમાં મયુર ચૌહાણ, જગજિતસિંહ વાઢેર, ધર્મેન્દ્ર ગોહિલ, દિક્ષા જોશી, ચેતન ધનાણી, મમતા સોની સહિતના કલાકારો છે. ફિલ્મની વાર્તા સ્વપ્નિલ મહેતાએ લખી છે, ફિલ્મના ડીઓપી મિહિર ફિચડીયા છે અને સંગીત કેદાર-ભાર્ગવનું છે. ‘સમંદર’ 17મી મેએ રીલીઝ થશે.

SAMANDAR official trailer

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે ફોલો કરો #GujaratiMovies

‘ઝમકુડી’ નું ટીઝર લોન્ચ થયું

ગુજરાતી ફિલ્મ ઝમકુડી નું ટીઝર લોન્ચ થઈ ગયું છે. પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા નિર્મિત, ઉમંગ વ્યાસ દિગ્દર્શિત આ ફિલ્મમાં માનસી પારેખ , વિરાજ ઘેલાણી, ઓજસ રાવલ, સંજય ગોરડિયા અને ચેતન દૈયા સહિતના કલાકારો છે. ફિલ્મ 31 મેએ રીલીઝ થશે.

(Teaser of Gujarati movie ZAMKUDI)

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ માટે ફોલો કરો #GujaratiMovies

ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ હવે રીલીઝ થશે હિન્દીમાં

‘અમર બલિદાન’ નામની નવલકથા પરથી બનેલી ઐતિહાસીક ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ હવે હિન્દી ભાષામાં રીલીઝ થવા જઈ રહી છે. વિજયગીરી બાવા દિગ્દર્શિત આ ફિલ્મને હિન્દીમાં પેન મરૂધર દ્વારા રીલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, એમ મોનલ ગજ્જર, ચેતન ધનાણી, ફિરોઝ ઇરાની સહિત ઘણા બધા કલાકારો છે. ‘કસુંબો’ ફિલ્મ હિન્દી ભાષામાં 3 મે ના રોજ રીલીઝ થશે. આજે આ ફિલ્મનું હિન્દી ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું.

(KASOOMBO Hindi trailer)

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો #GujaratiMovies

‘સમંદર’ રીલીઝ થશે 17 મે ના રોજ

ગુજરાતી ફિલ્મ ‘સમંદર’ હવે રીલીઝ થશે 17મી મે ના રોજ. આજે રીલીઝ થયું નવું પોસ્ટર. વિશાલ વડાવાલા દિગ્દર્શિત આ ફિલ્મમાં મયુર ચૌહાણ (માઇકલ) અને જસવંતસિંહ વાઢેર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું ટીઝર જોયા બાદ ફિલ્મ જોવાની ઉત્કંઠા વધી ગઈ છે અને લોકો આતુરતાથી ફિલ્મ રીલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

(Poster of Gujarati movie SAMANDAR)

થોડા દિવસો પહેલા જ આ ફિલ્મનું એક જોરદાર ગીત ‘સાવજ ના ઠેકાણા’ રીલીઝ થયું છે, જેને કેદાર – ભાર્ગવે સંગીતબધ્ધ કર્યું છે, ભાર્ગવ પુરોહિત લખ્યું અને ગાયું છે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો #GujaratiMovies

ગુજરાતી ફિલ્મ ‘ચોર ચોર’ નું પોસ્ટર લોન્ચ થયું

રાજન રાઠોડ દિગ્દર્શિત, વિવેકા પટેલ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘ચોર ચોર’ નું પોસ્ટર આજે લોન્ચ થયું. આ ફિલ્મમાં અનુરાગ પ્રપન્ના, સુનિલ વિશ્રાની, હેમાંગ શાહ, રાજન રાઠોડ, ભૂષણ ભટ્ટ, વિવેકા પટેલ, ભૂમિકા પટેલ સહિતના કલાકારો છે. ફિલ્મની રીલીઝ તારીખ હવે જાહેર કરવામાં આવશે.

Chor Chor poster

ગુજરાતી ફિલ્મની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies

નવી ગુજરાતી ફિલ્મ ‘બિલ્ડર બોય્ઝ’

ગુજરાતી ફિલ્મ ‘ચબૂતરો’ ના મેકર્સ નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટાઇટલ છે ‘બિલ્ડર બોય્ઝ’. આ ફિલ્મને ચાણક્ય પટેલ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે અને આ ફિલ્મમાં રોનક કામદાર, શિવમ પારેખ તેમજ ઈશા કંસારા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ સેતુ કુશલ પટેલ અને નેહા રાજોરા દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies

@GujaratiMovies

અમદાવાદમાં થાય છે ‘હાહાકાર’

હાલમાં અમદાવાદમાં ગુજરાતી ફિલ્મનું શૂટ ચાલી રહ્યું છે અને આ ફિલ્મનું ટાઈટલ છે ‘હાહાકાર’. વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મને ડેબ્યૂટન્ટ ડિરેકરર પ્રતિકસિંહ ચાવડા ડિરેક્ટ કરી રહ્યા છે અને ફિલ્મમાં મયુર ચૌહાણ ઉર્ફે માઇકલ, હેમાંગ શાહ, આર.જે. મયંક, ચેતન દૈયા સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. સચિન બ્રહ્મભટ્ટ આ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર છે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને ફોલો કરી લો.

#GujaratiMovies