ગુજરાતી ફિલ્મ ‘સમંદર’ નું ટ્રેલર લોન્ચ થયું

વટ, વચન અને વેરની વાત લઈને આવી રહેલી કપ્તાન વિશાલ વડાવાલા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘સમંદર’ નું તોફાની ટ્રેલર આજે લોન્ચ થયું. કલ્પેશ પલાણ અને ઉદયરાજ શેખાવત નિર્મિત આ ફિલ્મમાં મયુર ચૌહાણ, જગજિતસિંહ વાઢેર, ધર્મેન્દ્ર ગોહિલ, દિક્ષા જોશી, ચેતન ધનાણી, મમતા સોની સહિતના કલાકારો છે. ફિલ્મની વાર્તા સ્વપ્નિલ મહેતાએ લખી છે, ફિલ્મના ડીઓપી મિહિર ફિચડીયા છે અને સંગીત કેદાર-ભાર્ગવનું છે. ‘સમંદર’ 17મી મેએ રીલીઝ થશે.

SAMANDAR official trailer

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે ફોલો કરો #GujaratiMovies