ઈન્દિરા મોશન પિક્ચર્સ દ્વારા નવેમ્બર ફિલ્મ્સના સહયોગમાં બનેલી ગુજરાતી ફિલ્મ ‘ઉડન છૂ’ ની જાહેરાત સાથે લોગો જાહેર કરવામાં આવ્યો. અનિશ શાહ દિગ્દર્શિત આ ફિલ્મમાં દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલ જોવા મળશે. ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રીલીઝ કરવાનું આયોજન છે. અનિશ શાહ આ પહેલા પ્રતિક ગાંધી, દિક્ષા જોશી અભિનીત ગુજરાતી ફિલ્મ ‘ધૂનકી’ ડિરેક્ટ કરી ચૂક્યા છે.
ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની અવનવી ખબરો માટે અમને ફોલો કરી લો.