વિશ્વ રંગભૂમિ દિવસ : ગુજરાતી થિયેટર





આજે વિશ્વ રંગભૂમિ દિવસ (વર્લ્ડ થિએટર ડે) છે અને આપ સહુને વિશ્વ રંગભૂમિ દિવસની શુભેચ્છાઓ. આજે આપણે ગુજરાતી રંગભૂમિ વિશે થોડી વાત કરશું. થિયેટર એ માત્ર મનોરંજન નથી, પણ તે પોતાની વાત એક અથવા અલગ અલગ પાત્રો થકી લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ પણ છે. થિયેટર મનોરંજનની સાથે સાથે સમાજ પર ઊંડી અસર છોડે છે. નાટકમાં કલાકારો ૬૫૦-૭૦૦ પ્રેક્ષકો સામે લાઇવ પર્ફોર્મ કરે છે. કલાકાર અને પ્રેક્ષક માટે આ એક અલગ જ અનુભૂતિ છે, જે ફિલ્મોથી અલગ હોય છે અને કલાકારોને તુરંત રિએક્શન મળે છે. ઘણા બધા નાટકોના ગુજરાત, મુંબઈ ઉપરાંત વિદેશોમાં પણ શો યોજાય છે. નાટકોના માધ્યમ દ્વારા મનોરંજન સાથે સમાજને પ્રેરિત અને જાગૃત પણ કરવામાં આવે છે.

દરેક નાટક માટે ફિલ્મોની જેમ જ લેખકો, દિગ્દર્શકો, કલાકારો, સેટ ડિઝાઇન, પ્રોડક્શન સહિતના ઘણા લોકોના સામુહિક પ્રયાસોથી શક્ય બને છે અને તેઓ સ્ટેજ પર વાર્તાઓને જીવંત રાખવા અથાગ પરિશ્રમ કરતા હોય છે. બ્રિટિશરાજ દરમ્યાન બ્રિટિશરો એમના મનોરંજન માટે ફોરેન ઓપેરા અને થિયેટર ગ્રુપને આમંત્રિત કરતા. ૧૮૫૦ માં દલપતરામ દ્વારા સૌપ્રથમ ગુજરાતી નાટક ‘લક્ષ્મી’ લખાયેલું. ૧૮૫૨ માં પારસી થિયેટર ગ્રુપ દ્વારા સુરતમાં શેક્સપિયરનું નાટક ગુજરાતીમાં રજૂ કરવામાં આવેલું. ૨૯ ઓક્ટોબર ૧૮૫૩ માં પારસી નાટક મંડળી દ્વારા રજૂ કરાયેલા નાટક ‘રૂસ્તમ સોહરાબ’ થી થઈ હતી. ગુજરાતીમાં નાટકનો જ એક અલગ પ્રકાર ‘ભવાઈ’ ની શરૂઆત થઈ.

ગુજરાતી નાટકોમાં સૌથી વધુ નાટકો કોમેડી જોવા મળે છે અને લોકો તેને પસંદ પણ કરે છે. કોમેડી સિવાય, સંબંધો આધારિત નાટકો, માયથોજીકલ અને હવે એક્સપેરિમેન્ટલ નાટકો પણ ભજવાય છે અને લોકો હોંશે હોંશે માણે પણ છે. અમદાવાદ ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ, ધ ગુજરાતી ડ્રામા ફેસ્ટિવલ જેવા ફેસ્ટિવલ્સ પણ ગુજરાતી નાટકો માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડી રહ્યા છે.

ગુજરાતી નાટકોને સફળ બનાવવામાં અલગ અલગ સોશ્યલ ગ્રુપ, મેમ્બરશિપ ક્લબ જેવી સંસ્થાઓનો પણ નોંધપાત્ર ફાળો છે, જે મેમ્બરશિપ લઇ નિયમિત નાટકોના આયોજન કરે છે. આનાથી નાટકોને વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો મળે છે અને મેમ્બરોને સારા સારા નાટકો જોવા મળતા હોય છે. ફિલ્મો કરતા નાટકોમાં ઊંધું હોય છે. ફિલ્મોમાં સ્ક્રિનથી નજીક સીટના દર ઓછા હોય છે અને પાછળની સીટના દર વધારે હોય છે, જ્યારે નાટકોમાં સ્ટેજથી નજીકની સીટના દર વધુ હોય છે અને પાછળ જતા ઓછા થતાં જાય છે.

ગુજરાતી રંગભૂમિ વિશે બીજી વાતો ફરી ક્યારેક કરશું. ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજન અપડેટ્સ મેળવવા માટે અત્યારે જ અમને ફોલો કરી લો.

ગુજરાતી ફિલ્મ માટે ફીમેલ બાળ કલાકારની શોધ

ગુજરાતની જાણીતી કાસ્ટિંગ કંપની અભિષેક શાહ કાસ્ટિંગ કંપની આગામી ગુજરાતી ફિલ્મ માટે ૭ થી ૯ વર્ષની વયની ફીમેલ બાળકલાકાર શોધી રહી છે. આ ઉંમરની અભિનયમાં રૂચિ ધરાવનાર ફીમેલ બાળ કલાકારના વાલીએ નીચે દર્શાવેલ વિગતો ઈમેલ કરવાની રહેશે.

મોકલવાની વિગતો :

૫ અલગ અલગ ફોટોગ્રાફ્સ

એક પેજ પર પ્રોફાઇલની વિગત જેમાં નામ, ઉંમર, હાઈટ, શહેર, એડ્રેસ, ઈમેલ, કઈ કઈ ભાષા જાણે છે તે, અગાઉ કોઇ ફિલ્મ, ટેલિવિઝન કે અન્ય એક્ટિંગનો અનુભવ હોય તો તેની વર્ક લિન્ક

૧ ઓડિશન વીડિયો

ઈમેઈલ :

casting.abhishekshah@gmail.com

ગુજરાતી ફિલ્મો, મનોરંજન અને કાસ્ટિગની અપડેટ્સ મેળવવા માટે અમને હમણાં જ ફોલો કરો

સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ ‘જગત’ નું પોસ્ટર લોન્ચ થયું

સત્ય ઘટનાથી પ્રેરીત ગુજરાતી ફિલ્મ ‘જગત’ નું પોસ્ટર આજે લૉન્ચ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં યશ સોની, ચેતન દૈયા, રિદ્ધિ યાદવ સહિતના કલાકારો છે અને હર્ષિલ ભટ્ટે ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું નિર્માણ નિલય ચોટાઈ, દિપેન પટેલ, કૃષ્ણદેવ યાજ્ઞિક, મિત ચોટાઈ અને પૂર્વિન પટેલે કર્યું છે. ફિલ્મની રીલીઝ તારીખ ૩ મે ૨૦૨૪ છે.

Poster of Gujarati movie JAGAT

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને અત્યારે જ ફોલો કરી લો

Poster of Gujarati movie “Jagat” launched today. This film is based on true events starring Yash Soni, Chetan Daiya & Riddhi Yadav in the major roles directed by Harshil Bhatt, produced by Nilay Chotai, Dipen Patel, Krishnadev Yagnik, Mit Chotai & Purvin Patel. Release date of JAGAT is 3rd May 2024

Follow us to get the latest updates about Gujarati movies & entertainment.

About us

આજે રીલીઝ થઈ ગુજરાતી ફિલ્મ “નાસૂર”

અલગ વિષય સાથે ગુજરાતી સિનેમામાં નવીનતમ પ્રયોગ કરવાના હેતુથી મનોજ આહિર દ્વારા નિર્મિત, કાજલ મહેતા દ્વારા લખાયેલી, રિશિલ જોષી દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ “નાસૂર” આજે સિનેમાઘરોના પડદે રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, નિલમ પાંચાલ, હિના જયકિશન, ડેનીશા ઘુમરા, વૈશાખ રતનબેન અને હેમીન ત્રિવેદી સહિતના કલાકારો છે.

હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે આ વિષય લઈને નિર્માતા જ્યારે એમની પાસે ગયા ત્યારે નિર્માતા ઇચ્છતા હતા કે હર્ષવર્ધનનું પાત્ર માત્ર અને માત્ર હિતુ કનોડિયા જ ભજવે અને જો તેઓ પાસે સમય ન હોય તો જ્યારે તે ઉપલધ્ધ હોય ત્યારે આ ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા, આ એક એક્ટર માટે ખુબ મહત્વની વાત હોય છે. હિતુ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અનુભવી પણ પોતાની પ્રથમ ફિલ્મ નિર્માણ કરી રહેલા નિર્માતા મનોજ આહિરને ફરી ફરીને પૂછ્યું હતું કે શું તેઓ આ અલગ વિષય પર ફિલ્મ બનાવવા અડગ છે, ત્યારે નિર્માતાએ હામી ભરી હતી કે તેઓ આ વિષય પર જ ફિલ્મ બનાવવા માંગે છે. આ સિવાય અન્ય કલાકારોએ પોતાના પાત્રો વિશે જણાવ્યું હતું.


https://youtu.be/gF3D73RSndo?si=MOTvoaPeFPGb7kEX

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને અત્યારે જ ફોલો કરો

About us

ગુજરાતી ફિલ્મ ‘વેનીલા આઇસક્રીમ’ નું ટ્રેલર લોન્ચ

મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ગુજરાતી ફિલ્મ ‘વેનીલા આઇસક્રીમ’ નું ટ્રેલર લોન્ચ થયું. ફિલ્મના ડિરેક્ટર પ્રિત છે જેમણે ફિલ્મની વાર્તા પણ લખી છે. ફિલ્મના નિર્માતા ડો. ધવલ પટેલ અને પવન સિંધી છે, ગીતો નિરેન ભટ્ટે લખ્યા છે અને સંગીત સિદ્ધાર્થ ભાવસારે આપ્યું છે. ફિલ્મ ૧ માર્ચે રીલીઝ થશે.

( Vanilla Ice Cream trailer )

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને ફોલો કરો

About us

સાયકોલોજિકલ થ્રિલર ગુજરાતી ફિલ્મ ‘નાસૂર’નું ટ્રેલર લોન્ચ થયું

વધુ એક અલગ વિષય લઈને આવનારી ગુજરાતી ફિલ્મ ‘નાસૂર’ એક સફળ બિઝનેસમેન હર્ષવર્ધનની વાર્તા છે જે તેના જીવનથી નાખુશ છે અને ખુબ જ એકલતા અનુભવે છે. એક સુંદર પત્ની, ભાઈ, સફળ કામ અને વ્યવસાયિક સહયોગીઓ હોવા છતાં તેને લાગે છે કે તેના જીવનનો કોઈ હેતુ નથી અને તે પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કરે છે. જ્યારે તે આ જીવનનો અંત લાવવાના તેના પ્રયત્નોમાં નિષ્ફળ થતો જાય છે, ત્યારે તે કેટલાક એવા લોકોને મળે છે જે એને લાગે છે કે તેઓ એને પોતાના મૃત્યુ સુધી પહોંચાડવામાં મદદ કરશે. 

શું તેની આ યોજનાઓ કામ કરશે કે નિયતિની કોઈક બીજી જ યોજના છે ? આ ફિલ્મમાં હિતુ કનોડિયા, નિલમ પાંચાલ સાથે હીના જયકિશન, ડેનિશા ઘુમરા, હેમિન ત્રિવેદી અને વૈશાખ રતનબેન રાઠોડ મુખ્ય ભૂમિકામાં છે. આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન રિશિલ જોશીએ કર્યુ છે અને ફિલ્મની વાર્તા કાજલ મહેતાએ લખી છે. મનોજ આહિરે મનોજ આહીર પ્રોડક્શન્સ / સ્ટોરીટેલ ફિલ્મ્સ હેઠળ ફિલ્મનું નિર્માણ કર્યુ છે. ફિલ્મ 23 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થઈ રહી છે.

( Nasoor Trailer )

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને અત્યારે જ ફોલો કરી લો.

About us

આજે રીલીઝ થઈ ‘લગન સ્પેશ્યલ’

ડિરેક્ટર જોડી રાહુલ ભોળે અને વિનીત કનોજીયા એક પછી એક સફળ ગુજરાતી ફિલ્મો આપી રહ્યા છે. ‘ચોર બની થનગાટ કરે’ થી શરૂઆત કર્યા બાદ ‘રેવા’, ‘વિકીડાનો વરઘોડો’ અને ‘બચુભાઇ’ જેવી સફળ ગુજરાતી ફિલ્મો આપ્યા બાદ એમની વધુ એક ગુજરાતી ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ આજે રીલીઝ થઈ છે. જીગર ચૌહાણ, મલ્હાર ઠાકર, જીગર પરમાર અને દિગ્વિજયસિંહ રાજપુત દ્વારા નિર્માણ પામેલી આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવી મુખ્ય કલાકારો છે. લગનમાં જોવા મળતી ઘટનાઓ અને ધમાલ આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું વિતરણ પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા કરવામાં આવ્યું છે.

Lagan Special

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને અત્યારે જ ફોલો કરી લો.

About us

આજે રીલીઝ થઈ “કમઠાણ”

“હેલ્લારો” ફિલ્મના નિર્માતાઓ દ્વારા નિર્માણ પામેલી અશ્વિની ભટ્ટની નવલકથા કમઠાણ પરથી બનેલી ગુજરાતી ફિલ્મ “કમઠાણ” આજે સિનેમાના પડદે રજૂ થઈ છે. આ ફિલ્મ ધ્રુનાદ કામલેએ ડિરેક્ટ કરી છે અને મેહુલ સુરતીનું સંગીત છે. ફિલ્મમાં હિતુ કનોડિયા, સંજય ગોરડિયા, દર્શન જરીવાલા, અરવિંદ વૈદ્ય, દિપ વૈદ્ય સહિતના કલાકારો છે. જેમણે આ ફિલ્મ જોઈ છે એમના મતે આ ફિલ્મ બધાને મજા પડે એવી છે અને બધાએ જરૂરથી જોવી જોઈએ. ફિલ્મમાં મંજાયેલા કલાકારો છે, ડિરેક્શન જોરદાર છે, સંગીત અને પાર્શ્વસંગીત જમાવટ કરે છે અને સાથે ઊંચી પ્રોડક્શન વેલ્યુ તેમજ પ્રોપર માર્કેટિંગ હોવા ઉપરાંત માઉથ પબ્લિસિટીથી આ ફિલ્મ વધુને વધુ લોકો સુધી જરૂર પહોંચશે.

Kamthaan released today

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને તરત જ ફોલો કરી લો

gujaratimovies.wordpress.com

“વેનીલા આઇસક્રીમ” ફિલ્મનું ટીઝર લોન્ચ થયું

આ વર્ષે ગુજરાતીઓના મનોરંજન માટે લાઈનબંધ ગુજરાતી ફિલ્મો આવવાની છે. ઘણી બધી ફિલ્મો બનીને તૈયાર છે, ઘણી બધી ફિલ્મોના પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યા છે અને સાથે નવી ફિલ્મોની જાહેરાત પણ થઈ રહી છે. બ્લેક હોર્સ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, વંદના પાઠક, અર્ચન ત્રિવેદી અભિનીત ગુજરાતી ફિલ્મ વેનીલા આઇસક્રીમ નું ટીઝર આજે લોન્ચ થયું. પ્રિત લિખિત દિગ્દર્શિત આ ફિલ્મની રીલીઝ તારીખ ૧ માર્ચ છે.

VANILLA ICECREAM Teaser

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને અત્યારે જ ફોલો કરી લો

‘લગન સ્પેશ્યલ’ નું ટ્રેલર રીલીઝ થયું

મલ્હાર ઠાકર, પૂજા જોશી, મિત્ર ગઢવીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી રાહુલ ભોળે અને વિનીત કનોજીયા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ નું ટ્રેલર રીલીઝ થયું. ફિલ્મની વાર્તા સુરજ બારલિયાએ લખી છે, ફિલ્મનું નિર્માણ જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકરે કર્યુ છે, જ્યારે સંગીત રાહુલ મુંજારીયાએ આપ્યું છે. ફિલ્મમાં અન્ય કલાકારોમાં નિજલ મોદી, રાગી જાની, કલ્પના ગાગડેકર, અર્ચન ત્રિવેદી, ફિરોઝ ઇરાની સહિત ઘણા બધા કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મ ૯ ફેબ્રુઆરીએ રીલીઝ થશે.

Lagan Special trailer

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને અત્યારે જ ફોલો કરી લો.

Click here to follow