‘ફક્ત મહિલાઓ માટે’ બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’

સુપરહિટ ગુજરાતી ફિલ્મો ‘ફક્ત મહિલાઓ માટે’ અને ‘૩ એક્કા’ ની જ્વલંત સફળતા બાદ નિર્માતાઓ આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા એમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ ની આજે જાહેરાત કરવામાં આવી. આ ફિલ્મને જય બોડસ અને પાર્થ ત્રિવેદી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, ઈશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ આ વર્ષમાં જન્માષ્ટમીએ રીલીઝ કરવાનું આયોજન છે.

FAKT PURUSHO MAATE announcement

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો #GujaratiMovies

સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ ‘જગત’ નું પોસ્ટર લોન્ચ થયું

સત્ય ઘટનાથી પ્રેરીત ગુજરાતી ફિલ્મ ‘જગત’ નું પોસ્ટર આજે લૉન્ચ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં યશ સોની, ચેતન દૈયા, રિદ્ધિ યાદવ સહિતના કલાકારો છે અને હર્ષિલ ભટ્ટે ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું નિર્માણ નિલય ચોટાઈ, દિપેન પટેલ, કૃષ્ણદેવ યાજ્ઞિક, મિત ચોટાઈ અને પૂર્વિન પટેલે કર્યું છે. ફિલ્મની રીલીઝ તારીખ ૩ મે ૨૦૨૪ છે.

Poster of Gujarati movie JAGAT

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને અત્યારે જ ફોલો કરી લો

Poster of Gujarati movie “Jagat” launched today. This film is based on true events starring Yash Soni, Chetan Daiya & Riddhi Yadav in the major roles directed by Harshil Bhatt, produced by Nilay Chotai, Dipen Patel, Krishnadev Yagnik, Mit Chotai & Purvin Patel. Release date of JAGAT is 3rd May 2024

Follow us to get the latest updates about Gujarati movies & entertainment.

About us

ડિરેક્ટર અભિષેક જૈન હવે લઈને આવશે ‘મારણ’

સફળ ગુજરાતી ફિલ્મો કેવી રીતે જઈશ, બે યાર, ગુજરાતી વેબસીરીઝ વિઠ્ઠલ તીડી અને હિન્દી ફિલ્મ હમ દો હમારે દો ના ડિરેક્ટર અભિષેક જૈને એમની આગામી ગુજરાતી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારીત છે અને ફિલ્મનું ટાઇટલ છે ‘મારણ’ અને આ ફિલ્મમાં યશ સોની તથા દિક્ષા જોષી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ આ વર્ષમાં પસંદગીના સિનેમાઘરોમાં રીલીઝ થશે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને હમણાં જ ફોલો કરો

‘ડેની જીગર’ નું નવું ટ્રેલર રીલીઝ થયું

યશ સોનીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સુપરકોપ ગુજરાતી ફિલ્મ ‘ડેની જીગર’ નું નવું ટ્રેલર રીલીઝ થયું. કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત, નિલય ચોટાઈ અને દિપેન પટેલ દ્વારા નિર્મિત આ ફિલ્મ ૫ જાન્યુઆરીએ રીલીઝ થશે. ફિલ્મમાં યશ સોની સાથે તર્જની ભાદલા, ચેતન દૈયા, પ્રેમ ગઢવી, જીતેન્દ્ર ઠક્કર સહિતના કલાકારોનો કાફલો છે.

ડેની જીગર નું ટ્રેલર (Danny Jigar trailer)

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને અત્યારે જ ફોલો કરી ડો

ગુજરાતી ફિલ્મ ‘ડેની જીગર’ નું ટ્રેલર રીલીઝ થયું

કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત યશ સોનીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ગુજરાતી ફિલ્મ ડેની જીગર નું ટ્રેલર આજે રીલીઝ થયું. ફિલ્મમાં યશ સોની ઉપરાંત તર્જની ભાડલા, ચેતન દૈયા, હેતલ પૂનીવાલા, પ્રેમ ગઢવી, જીતેન્દ્ર ઠક્કર, વૈશાખ રતનબેન સહિતના કલાકારો છે. ફિલ્મ 5 જાન્યુઆરીએ રીલીઝ થશે. ફિલ્મના મુખ્ય નિર્માતા નિલય ચોટાઈ અને દિપેન પટેલ છે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે અમારો બ્લોગ હમણાં જ ફોલો કરી લો.

રીલીઝ થયું ગુજરાતી ફિલ્મ “ડેની જીગર એકમાત્ર” નું ટીઝર

યશ સોનીને પ્રમુખ ભૂમિકામાં ચમકાવતી કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ “ડેની જીગર એકમાત્ર” નું ટીઝર રીલીઝ થયું. ફિલ્મમાં યશ સોની ઉપરાંત તર્જની ભાદલા, જીતેન્દ્ર ઠક્કર, ચેતન દૈયા, પ્રેમ ગઢવી, હેતલ પૂણીવાલા, વૈશાખ રતનબેન, ઓમ ભટ્ટ સહિતના કલાકારો જોવા મળશે. ફિલ્મની વાર્તા જસવંત પરમાર અને કૃષ્ણદેવ યાજ્ઞીકે લખી છે, સંગીત કેદાર-ભાર્ગવે આપ્યું છે, ડીઓપી પ્રતિક પરમાર છે અને એડિટર શિવમ ભટ્ટ છે. ફિલ્મનું નિર્માણ નિલય ચોટાઈ, દિપેન પટેલ, કલ્પેશ સોની, રાજેશ પટેલ, મિત ચોટાઈ, અર્પિત પટેલ અને કૃણાલ સોનીએ કર્યું છે. ફિલ્મ “ડેની જીગર એકમાત્ર” ૮ ડિસેમ્બરે રીલીઝ થશે.

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ ખબરો માટે અત્યારે જ ફોલો કરો

મેગા સ્ટાર અમિતાભ બચ્ચને રીલીઝ કર્યું ગુજરાતી ફિલ્મ “૩ એક્કા” નું ટ્રેલર

મેગા સ્ટાર અમિતાભ બચ્ચને આજે ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું ટ્રેલર ટ્વીટ કરી રીલીઝ કર્યું અને એમના મિત્ર અને પ્રોડ્યુસર આનંદ પંડિતને ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. સફળ ગુજરાતી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે” પછી જ્યારથી આનંદ પંડિત અને વૈશલ શાહની આગામી ગુજરાતી ફિલ્મ ‘ત્રણ એક્કા’ની જાહેરાત થઈ હતી ત્યારથી ચાહકો, તેમજ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા હતા કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીનું જાદુઈ કોમ્બિનેશન આ વખતે શું મનોરંજન આપશે અને હવે જયારે ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે ટૂંક સમયમાં રિલીઝ થનારી આ ફિલ્મ માટે દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે.

આનંદ પંડિત કહે છે, “ફિલ્મની કાસ્ટ અંગેની જાહેરાતે જ જોરદાર ધૂમ મચાવી હતી અને હવે ટ્રેલરે ઉત્સુકતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં દર્શકોને પણ વાર્તાનો ખ્યાલ આવી ગયો હશે જે ત્રણ અજાણ્યા યુવાન છોકરાઓની આસપાસ ફરે છે જે એક સરળ મધ્યમવર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મનો પ્લોટ ખુબ જ મનોરંજક છે.”

નિર્માતા આનંદ પંડિતની “ફક્ત મહિલાઓ માટે” અને “ડેઝ ઓફ તફરી” પછી વૈશલ શાહના જનોક ફિલ્મ્સ સાથે આ ચોથી ફિલ્મ છે અને તેઓ કહે છે, “અમને બંનેને પારિવારિક મનોરંજન આપતી ફિલ્મો માટે સમાન પ્રેમ છે અને અમે આ ફિલ્મ બનાવવા માટે એકસાથે ઘણો સારો સમય પસાર કર્યો.” વૈશલ શાહ વધુમાં જણાવે છે, “અમે એક સારૂં અને મનોરંજક સિનેમા પાછું લાવવા માંગીએ છીએ જે સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકે અને ટ્રેલર પરથી જોઈ શકાય છે કે આ ફિલ્મ શુદ્ધ મનોરંજનથી ભરપૂર છે.”

આ ફિલ્મમાં હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, એશા કંસારા, તર્જની ભાડલા, ચેતન દૈયા પણ સહ કલાકારો છે અને ફિલ્મ રાજેશ શર્મા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મ 18મી ઓગસ્ટે રિલીઝ થશે.

Trailer of Gujarati movie “3 Ekka”

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને હમણાં જ ફોલો કરો

ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું ટીઝર રીલીઝ થયું

યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, હિતુ કનોડિયા, ઈશા કંસારા, કિંજલ રાજપ્રિય, તર્જની ભાડલાને ચમકાવતી ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું ટીઝર આજે રીલીઝ કરવામાં આવ્યું. ફિલ્મ ૧૮ ઓગસ્ટે રીલીઝ થવાની છે.

Official teaser of Gujarati movie “3 Ekka”

ગુજરાતી ફિલ્મોની આવી જ નવીનતમ અપડેટ્સ માટે અમને હમણાં જ ફોલો કરો

રીલીઝ થયું ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું પોસ્ટર

‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું’ ની ટીમ ફરી એકસાથે આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ લઈને અને આજે આ ફિલ્મનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે.

આ જન્માષ્ટમીએ ઉધાર કે ઉધ્ધાર?

આનંદ પંડિત મોશન પિકચર્સ અને જેનોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, ઈશા કંસારા, કિંજલ રાજપ્રિય, તર્જની ભાડલા અને હિતુ કનોડિયા મુખ્ય કલાકારો છે. ફિલ્મની વાર્તા પાર્થ ત્રિવેદી અને ચેતન દૈયાએ લખી છે, જ્યારે દિગ્દર્શન રાજેશ શર્માએ કર્યું છે. ફિલ્મ ૧૮ ઓગસ્ટે રીલીઝ થશે. ટીઝર ટુંક સમયમાં રીલીઝ થશે.

Poster of Gujarati movie “3 Ekka”

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને અત્યારે જ ફોલો કરો.

‘ફક્ત મહિલાઓ માટે‘ ફિલ્મને મળ્યો પ્રચંડ પ્રતિસાદ

ગયા શુક્રવારે ૧૯ ઓગસ્ટે રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે‘ ને સિનેમાઘરોમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મે પ્રથમ પાંચ દિવસમાં જ ૫ કરોડ ૭૩ લાખનું કલેક્શન કર્યું છે, જે દર્શાવે છે કે લોકોને ફિલ્મ ખૂબ પસંદ પડી છે અને માઉથ પબ્લીસીટીથી હજુ વધુ ને વધુ લોકો આ ફિલ્મને જોશે.

યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, ભાવિની જાની, કલ્પના ગાગડેકર તેમજ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન મહેમાન ભૂમિકામાં આ ફિલ્મમાં જોવા મળે છે. યશ સોનીના મિત્રના પાત્રમાં દીપ વૈદ્ય જમાવટ કરે છે. ફિલ્મના લેખક, દિગ્દર્શક છે જય બોડસ તથા નિર્માતા છે આનંદ પંડિત અને વૈશલ શાહ. સંગીત કેદાર ભાર્ગવનું છે. મૂળ ૨૦૦૦ ની સાલમાં રિલીઝ થયેલી ઈંગ્લીશ ફિલ્મ ‘વોટ વિમેન વોન્ટ‘ પરથી મરાઠીમાં ‘અગ બાઈ અરેચ્ચા‘ નામથી ફિલ્મ બની અને એ જ આઈડિયા પરથી આ ફિલ્મ ગુજરાતીમાં ‘ફક્ત મહિલાઓ માટે‘ બનેલ છે. મૂળ વિચાર સિવાય આખી વાર્તા નવેસરથી લખાયેલી છે. ઈંગ્લીશ ફિલ્મમાં નાયકને ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી એનામાં મહિલાઓના વિચાર જાણવાની શક્તિ આવી જાય છે અને અહી માતાજીના આશીર્વાદથી નાયકને એ શક્તિ પ્રાપ્ત થાય છે. બાકીની વાર્તા અને માવજત સંપૂર્ણ અલગ છે.

Yash Soni & Amitabh Bachchan in Fakt Mahilao Maate

ફિલ્મ શરૂઆતથી જ પકડ જમાવે છે અને સતત હસાવતા રમુજી પ્રસંગો સાથે સહેજ પણ કંટાળો આવ્યા વિના અંતમાં એક સારો સંદેશો આપીને ફિલ્મ પૂરી થઈ જાય છે. બિનજરૂરી ગીતો ઉમેરીને ફિલ્મની ગતિ અવરોધવાનો પ્રયાસ કરવામાં નથી આવ્યો એ સારી વાત છે. દરેક કલાકારોનો અભિનય લાજવાબ છે. હાલમાં રીલીઝ થયેલી ફિલ્મોમાં નાડીદોષ, રાડો બાદ યશ સોનીની આ ઉપરાઉપરી ત્રીજી ફિલ્મ છે. મજાની વાત એ છે કે સંપૂર્ણ પરિવાર સાથે બિન્દાસ્ત આ ફિલ્મને માણી શકાય એમ છે અને દરેક વર્ગને આ ફિલ્મ ચોક્કસથી પસંદ પડશે.

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની અપડેટ માટે અત્યારે જ અમને ફોલો કરો