‘ફક્ત મહિલાઓ માટે’ બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’

સુપરહિટ ગુજરાતી ફિલ્મો ‘ફક્ત મહિલાઓ માટે’ અને ‘૩ એક્કા’ ની જ્વલંત સફળતા બાદ નિર્માતાઓ આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા એમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ ની આજે જાહેરાત કરવામાં આવી. આ ફિલ્મને જય બોડસ અને પાર્થ ત્રિવેદી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, ઈશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ આ વર્ષમાં જન્માષ્ટમીએ રીલીઝ કરવાનું આયોજન છે.

FAKT PURUSHO MAATE announcement

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો #GujaratiMovies

ડિરેક્ટર અભિષેક જૈન હવે લઈને આવશે ‘મારણ’

સફળ ગુજરાતી ફિલ્મો કેવી રીતે જઈશ, બે યાર, ગુજરાતી વેબસીરીઝ વિઠ્ઠલ તીડી અને હિન્દી ફિલ્મ હમ દો હમારે દો ના ડિરેક્ટર અભિષેક જૈને એમની આગામી ગુજરાતી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારીત છે અને ફિલ્મનું ટાઇટલ છે ‘મારણ’ અને આ ફિલ્મમાં યશ સોની તથા દિક્ષા જોષી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ આ વર્ષમાં પસંદગીના સિનેમાઘરોમાં રીલીઝ થશે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને હમણાં જ ફોલો કરો

ફૈસલ હાશમીની આગામી ગુજરાતી ફિલ્મ ‘ફાટી ને ?’

ડિરેક્ટર ફૈસલ હાશમીએ એમની આગામી ગુજરાતી ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનું ટાઈટલ છે ‘ફાટી ને ?’ આ ફિલ્મ એક ભયંકર ફેમિલી હોરર કોમેડી ફિલ્મ છે, જેની વાર્તા ફૈસલ હાશમી અને ફેનીલ દવેએ લખી છે. ફિલ્મમાં જયેશ મોરે, સ્મિત પંડ્યા, વિકી શાહ તથા આકાશ ઝાલા સહિતના કલાકારો છે. ફિલ્મનું નિર્માણ શૈશવ પ્રજાપતિ, પ્રકાશ સાવંત, હાર્દિક ગોહેલ, સુકેન દેસાઈ, નિખિલ પટેલ, જેમ્સ સ્મિથ, સાગર સોનવણે, હેમિલ શાહ, કરમિંદર ચહલ અને ભૂપિંદર જોહલ મળીને કરવાના છે.

Gujarati movie “Faati Ne ?” announcement

ફિલ્મની ટીમ દ્વારા કેક કટ કરીને આ ફિલ્મની જાહેરાત કરી. ડિરેક્ટર ફૈસલ હાશમીના કહેવા પ્રમાણે આ ફિલ્મમાં રોમાન્સ, ઇમોશન્સ, થ્રીલ, હોરર, કોમેડી સાથે મોશન કેપ્ચર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ફિલ્મમાં એક્શન સિકવન્સ અને vfx નો ઉપયોગ પણ કરવામાં આવશે. ફૈસલ હાશમી આ પહેલા ‘વિટામિન શી’, ‘શોર્ટ સર્કિટ’ અને ‘દોડ પકડ’ જેવી ગુજરાતી ફિલ્મો ડિરેકટ કરી ચૂક્યા છે, જેમાંથી ‘દોડ પકડ’ હજી રીલીઝ થવાની બાકી છે. આ ફિલ્મનું શૂટીંગ ૨૦૨૩ માં ફેબ્રુઆરીમાં મેલબોર્નમાં થવાનું છે.

Announcement pics of team
Team selfie
Happy faces

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ માહિતી માટે અમને ફોલો કરો