‘ફક્ત મહિલાઓ માટે’ બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’

સુપરહિટ ગુજરાતી ફિલ્મો ‘ફક્ત મહિલાઓ માટે’ અને ‘૩ એક્કા’ ની જ્વલંત સફળતા બાદ નિર્માતાઓ આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા એમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ ની આજે જાહેરાત કરવામાં આવી. આ ફિલ્મને જય બોડસ અને પાર્થ ત્રિવેદી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, ઈશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ આ વર્ષમાં જન્માષ્ટમીએ રીલીઝ કરવાનું આયોજન છે.

FAKT PURUSHO MAATE announcement

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો #GujaratiMovies

ત્રણેય એક્કા બોલ્યા ‘ટેહુંક’

ગઈકાલે અમદાવાદના PVR સિનેમા ખાતે ફિલ્મના કલાકારો, કસબીઓ, ગુજરાતી ફિલ્મજગતના લોકો તથા મીડિયા સમક્ષ આવનારી ગુજરાતી ફિલ્મ “ત્રણ એક્કા” નું ગીત ‘ટેહૂંક’ લોન્ચ કરવામાં આવ્યું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદાચ સૌપ્રથમ વખત કોઈ ફિલ્મના ગીતને આટલા મોટા પાયા પર ધામધૂમથી લોન્ચ કરવામાં આવ્યું હશે. આ ગીતના શૂટ માટે ખાસ સેટ બનાવવામાં આવ્યો હતો તેમજ ડાન્સર્સની ટીમ ખાસ મુંબઈથી બોલાવવામાં આવી હતી.

આ ગીતને ભાર્ગવ પુરોહિતે લખ્યું છે, કેદાર-ભાર્ગવે સંગીતબદ્ધ કર્યું છે તેમજ આદિત્ય ગઢવી અને ભાર્ગવ પુરોહિતે કંઠ આપ્યો છે. આ ગીતને કૃણાલ સોનીને કોરીયોગ્રાફ કર્યું છે. આ પ્રસંગે નિર્માતા આનંદ પંડિતે જણાવ્યું હતું કે “હાલના સમયમાં બોલિવુડની ફિલ્મો કરતા પ્રાદેશિક ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ લાવી રહી છે. આનંદ પંડિતે જણાવ્યું હતું કે હાલમાં એક પંજાબી ફિલ્મે ૧૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. હાલના સમયમાં ઘણી સારી વૈવિધ્યસભર ગુજરાતી ફિલ્મો બની રહી છે અને બોક્સ ઓફિસ પર ઘણું સારૂં કરી રહી છે અને વધુ ને વધુ પ્રગતિ કરી રહી છે.”

યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી સાથે કામ કરવાના અનુભવ બાબતે ફિલ્મના નિર્માતા વૈશલ શાહે કહ્યું હતું કે ‘છેલ્લો દિવસ’ આ ત્રણેય કલાકારો સિવાય એમની પણ પહેલી ફિલ્મ હતી એટલે એમની સાથે કામ કરવામાં હંમેશા આનંદ આવે છે અને ફિલ્મમાં ત્રણેય વચ્ચે જે દર્શાવવામાં આવે છે એના કરતા પણ આ ત્રણેયનું બોન્ડિંગ જોરદાર છે. ‘છેલ્લો દિવસ’ ફિલ્મથી આ લોકો એકબીજા સાથે ગાઢ મિત્રતાથી જોડાયેલા છે અને સેટ પર એમની વચ્ચે મજાક મસ્તી થતી જ હોય છે.” લાંબા સમય બાદ આ ત્રિપુટીને સાથે લઈ આવવાના પ્રશ્નમાં વૈશલ શાહે જણાવ્યું હતું કે “‘છેલ્લો દિવસ’ ફિલ્મ બાદ એમણે નક્કી કર્યું હતું કે દર ત્રણ વર્ષે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી સાથે ફિલ્મ કરવી, પણ ‘શું થયું’ બાદ કોરોનાને લઈને ઘણો સમય જતો રહ્યો અને ત્રણેયની શૂટિંગ માટેની તારીખો મળવી મુશ્કેલ હોવાથી લેટ થયું હતું.”

ગીત લોન્ચ થયા બાદ ફિલ્મના મુખ્ય કલાકારો યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, ઈશા કંસારા, કિંજલ રાજપ્રિયા, તર્જની ભાદલાએ આ ગીત પર ડાન્સ કર્યો હતો, જેમાં આદિત્ય ગઢવી, વૈશલ શાહ, આનંદ પંડિત, કેદાર ઉપાધ્યાય, ભાર્ગવ પુરોહિત પણ જોડાયા હતા.

“Tehunk” song from “3 Ekka”

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને હમણાં જ અમારો બ્લોગ ફોલો કરી લો.

મેગા સ્ટાર અમિતાભ બચ્ચને રીલીઝ કર્યું ગુજરાતી ફિલ્મ “૩ એક્કા” નું ટ્રેલર

મેગા સ્ટાર અમિતાભ બચ્ચને આજે ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું ટ્રેલર ટ્વીટ કરી રીલીઝ કર્યું અને એમના મિત્ર અને પ્રોડ્યુસર આનંદ પંડિતને ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. સફળ ગુજરાતી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે” પછી જ્યારથી આનંદ પંડિત અને વૈશલ શાહની આગામી ગુજરાતી ફિલ્મ ‘ત્રણ એક્કા’ની જાહેરાત થઈ હતી ત્યારથી ચાહકો, તેમજ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા હતા કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીનું જાદુઈ કોમ્બિનેશન આ વખતે શું મનોરંજન આપશે અને હવે જયારે ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે ટૂંક સમયમાં રિલીઝ થનારી આ ફિલ્મ માટે દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે.

આનંદ પંડિત કહે છે, “ફિલ્મની કાસ્ટ અંગેની જાહેરાતે જ જોરદાર ધૂમ મચાવી હતી અને હવે ટ્રેલરે ઉત્સુકતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં દર્શકોને પણ વાર્તાનો ખ્યાલ આવી ગયો હશે જે ત્રણ અજાણ્યા યુવાન છોકરાઓની આસપાસ ફરે છે જે એક સરળ મધ્યમવર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મનો પ્લોટ ખુબ જ મનોરંજક છે.”

નિર્માતા આનંદ પંડિતની “ફક્ત મહિલાઓ માટે” અને “ડેઝ ઓફ તફરી” પછી વૈશલ શાહના જનોક ફિલ્મ્સ સાથે આ ચોથી ફિલ્મ છે અને તેઓ કહે છે, “અમને બંનેને પારિવારિક મનોરંજન આપતી ફિલ્મો માટે સમાન પ્રેમ છે અને અમે આ ફિલ્મ બનાવવા માટે એકસાથે ઘણો સારો સમય પસાર કર્યો.” વૈશલ શાહ વધુમાં જણાવે છે, “અમે એક સારૂં અને મનોરંજક સિનેમા પાછું લાવવા માંગીએ છીએ જે સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકે અને ટ્રેલર પરથી જોઈ શકાય છે કે આ ફિલ્મ શુદ્ધ મનોરંજનથી ભરપૂર છે.”

આ ફિલ્મમાં હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, એશા કંસારા, તર્જની ભાડલા, ચેતન દૈયા પણ સહ કલાકારો છે અને ફિલ્મ રાજેશ શર્મા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ફિલ્મ 18મી ઓગસ્ટે રિલીઝ થશે.

Trailer of Gujarati movie “3 Ekka”

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને હમણાં જ ફોલો કરો

ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું ટીઝર રીલીઝ થયું

યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, હિતુ કનોડિયા, ઈશા કંસારા, કિંજલ રાજપ્રિય, તર્જની ભાડલાને ચમકાવતી ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું ટીઝર આજે રીલીઝ કરવામાં આવ્યું. ફિલ્મ ૧૮ ઓગસ્ટે રીલીઝ થવાની છે.

Official teaser of Gujarati movie “3 Ekka”

ગુજરાતી ફિલ્મોની આવી જ નવીનતમ અપડેટ્સ માટે અમને હમણાં જ ફોલો કરો

રીલીઝ થયું ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું પોસ્ટર

‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું’ ની ટીમ ફરી એકસાથે આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ લઈને અને આજે આ ફિલ્મનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે.

આ જન્માષ્ટમીએ ઉધાર કે ઉધ્ધાર?

આનંદ પંડિત મોશન પિકચર્સ અને જેનોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, ઈશા કંસારા, કિંજલ રાજપ્રિય, તર્જની ભાડલા અને હિતુ કનોડિયા મુખ્ય કલાકારો છે. ફિલ્મની વાર્તા પાર્થ ત્રિવેદી અને ચેતન દૈયાએ લખી છે, જ્યારે દિગ્દર્શન રાજેશ શર્માએ કર્યું છે. ફિલ્મ ૧૮ ઓગસ્ટે રીલીઝ થશે. ટીઝર ટુંક સમયમાં રીલીઝ થશે.

Poster of Gujarati movie “3 Ekka”

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને અત્યારે જ ફોલો કરો.

‘છેલ્લો દિવસ’ ની ત્રિપુટી ફરી એકસાથે. ‘ત્રણ એક્કા’ ફિલ્મનું મુહૂર્ત થયું

ફેમિલી એન્ટરટેઈનર ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ ની જોરદાર સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા તેમના આગામી ગુજરાતી પ્રોજેક્ટ ‘ત્રણ એક્કા’ની જાહેરાત કરવામાં આવી છે જેનું મુહૂર્ત 13 ફેબ્રુઆરીએ યોજવામાં આવ્યું હતું. આ વાર્તા ત્રણ મિત્રોની કસોટીઓ અને મુશ્કેલીઓની વાત કરે છે જેઓ આર્થિક સંકટમાં ફસાયેલા છે અને મધ્યમવર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવવાની તેઓની અણસમજુ યોજના જે ઘણી બધી દુર્ઘટનાઓમાં પરિણામે છે જેનાથી હાસ્ય સર્જાય છે. ‘ત્રણ એક્કા’ ફિલ્મનું દિગ્દર્શન રાજેશ શર્મા દ્વારા કરવામાં આવે છે અને સ્ટાર કાસ્ટમાં યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, તર્જની ભાડલા, ઈશા કંસારા, ચેતન દૈયા અને પ્રેમ ગઢવીનો સમાવેશ થાય છે.

આનંદ પંડિત કહે છેડેઝ ઓફ તફરી’ અને ‘ફક્ત મહિલાઓ માટે’ પછી નિર્માતા વૈશાલ શાહ સાથે આ મારી ત્રીજી ગુજરાતી ફિલ્મ છે. મનોરંજન સાથે અને એક સૂક્ષ્મ સામાજિક સંદેશ સાથે સિનેમા બનાવવાની બાબતમાં અમે એક જ પેજ પર છીએ. લોકપ્રિય ફિલ્મ ‘છેલ્લો દિવસ’ ની જાણીતી સ્ટારકાસ્ટ યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીના કોમ્બિનેશન માટે ખૂબ જ ઉત્સાહિત છું. તે તેઓની પ્રથમ ફિલ્મ હતી અને તેઓને સ્ટારડમ તરફ લઇ ગયું અને આ ફિલ્મ તેમને તદ્દન જુદા જ અવતારમાં રજૂ કરશે. આ ત્રણેય અભિનેતાઓએ બ્લોકબસ્ટર ફિલ્મ ‘શું થયુ‘ માં પણ સાથે કામ કર્યુ છે.”

 નિર્માતા વૈશાલ શાહ કહે છે, “આનંદભાઈ અને હું સારા પારિવારિક સિનેમા બનાવવા માટેનો સમાન જુસ્સો ધરાવીએ છીએ. અમે જોઈ રહ્યા છીએ કે આવનારા વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થવાની અપાર સંભાવના છે અને અમે આ પ્રક્રિયાનો ભાગ બનવા માંગીએ છીએ. મજેદાર વાત એ છે કે મલ્હાર, યશ અને મિત્ર સાથે છેલ્લો દિવસ, શું થયુ પછી આ ‘ત્રણ એક્કા’ અમારી  ત્રીજી ફિલ્મ છે.  આ એક અનોખી મજાની એન્ટરટેઈનર રાઈડ છે.”

દિગ્દર્શક રાજેશ શર્મા કહે છે, “જ્યારે અમે પહેલીવાર વાર્તા સાંભળી ત્યારે તરત જ અમે તેના તરફ દોરી ગયા હતા. આ ફિલ્મનો પ્લોટ ત્રણ મિત્રોની વાર્તા સાથે જીવનમાં શોર્ટ-કટ લેવાની અર્થહીનતાનો સંદેશ પણ આપે છે.  ‘ત્રણ એક્કા’ દર્શકોના વિશાળ વર્ગને આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે અને મને આશા છે કે તેને ગુજરાત અને સમગ્ર ભારતમાં સમાન રીતે પસંદ કરવામાં આવશે.”

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને હમણાં જ ફોલો કરો