‘ફક્ત મહિલાઓ માટે’ બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’

સુપરહિટ ગુજરાતી ફિલ્મો ‘ફક્ત મહિલાઓ માટે’ અને ‘૩ એક્કા’ ની જ્વલંત સફળતા બાદ નિર્માતાઓ આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા એમની આગામી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ ની આજે જાહેરાત કરવામાં આવી. આ ફિલ્મને જય બોડસ અને પાર્થ ત્રિવેદી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, ઈશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ આ વર્ષમાં જન્માષ્ટમીએ રીલીઝ કરવાનું આયોજન છે.

FAKT PURUSHO MAATE announcement

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ફોલો કરો #GujaratiMovies

ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું ટીઝર રીલીઝ થયું

યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, હિતુ કનોડિયા, ઈશા કંસારા, કિંજલ રાજપ્રિય, તર્જની ભાડલાને ચમકાવતી ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું ટીઝર આજે રીલીઝ કરવામાં આવ્યું. ફિલ્મ ૧૮ ઓગસ્ટે રીલીઝ થવાની છે.

Official teaser of Gujarati movie “3 Ekka”

ગુજરાતી ફિલ્મોની આવી જ નવીનતમ અપડેટ્સ માટે અમને હમણાં જ ફોલો કરો

રીલીઝ થયું ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ નું પોસ્ટર

‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું’ ની ટીમ ફરી એકસાથે આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ લઈને અને આજે આ ફિલ્મનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે.

આ જન્માષ્ટમીએ ઉધાર કે ઉધ્ધાર?

આનંદ પંડિત મોશન પિકચર્સ અને જેનોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં યશ સોની, મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, ઈશા કંસારા, કિંજલ રાજપ્રિય, તર્જની ભાડલા અને હિતુ કનોડિયા મુખ્ય કલાકારો છે. ફિલ્મની વાર્તા પાર્થ ત્રિવેદી અને ચેતન દૈયાએ લખી છે, જ્યારે દિગ્દર્શન રાજેશ શર્માએ કર્યું છે. ફિલ્મ ૧૮ ઓગસ્ટે રીલીઝ થશે. ટીઝર ટુંક સમયમાં રીલીઝ થશે.

Poster of Gujarati movie “3 Ekka”

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને અત્યારે જ ફોલો કરો.

ધ્વનિ ગૌતમ લઈને આવી રહ્યા છે “ધ મિસ્ટર ડી શો” ની નવી સીઝન

“ધ મિસ્ટર ડી શો” ની પહેલી સીઝનની સફળતા બાદ મિસ્ટર ડી એટલે કે ધ્વનિ ગૌતમ લઈને આવી રહ્યા છે નવી સીઝન સાથે. આ સીઝન પહેલા કરતા હટકે જોવા મળશે. શો ના લુકથી લઈને, શોમાં આવનારા ગેસ્ટ તેમજ શો નું કન્ટેન્ટ પણ બદલાયેલું જોવા મળશે. આ સીઝનમાં તો આવનારા ગેસ્ટ અવનવી ગેમ્સ રમતા પણ જોવા મળશે. આ નવી સીઝનની ટેગલાઈન છે “Get funny with Dhwani”. આ શો નું નિર્માણ ક્રિસ્ટલ કલર્સ ઇવેન્ટ સ્ટુડિયો અને ધ્વનિ ગૌતમ ફિલ્મ્સ દ્વારા થયું છે અને શો ના નિર્માતા છે જીગર ચૌહાણ. હાલમાં આ શોનું શૂટિંગ અમદાવાદમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ શો શેમારુ મી પર જોવા મળશે. આ સીઝનમાં આવનારા ગેસ્ટ પણ અલગ અલગ કલાના ક્ષેત્રમાંથી જોવા મળશે. ગેસ્ટની યાદી નીચે મુજબ છે.

ગેસ્ટ ના નામ : મિતાઈ શુક્લા, નેહલ બક્ષી, ભાર્ગવ પુરોહિત, રાહુલ મુંજારિયા, ફ્રેડી દારૂવાલા, મલ્હાર ઠાકર, ઓજસ રાવલ, તુષાર સાધુ, મનન દેસાઈ, ભવ્ય ગાંધી, ભારત ચાવડા, ગૌરવ પાસવાલા, મલ્હાર પંડ્યા, દેવર્ષિ શાહ, રોનક કામદાર, પાર્થ ઓઝા, મિત્ર ગઢવી, અંશુલ ત્રિવેદી, શ્યામ નાયર, ધર્મેશ વ્યાસ, વિકી શાહ, નિલય પટેલ, નીલ ભટ્ટ, પ્રેમ ગઢવી, હેમાંગ દવે, સ્મિત પંડ્યા, સંજય ગલસર, ચેતન ધનાની, હાર્દિક સંગાણી, આરોહી પટેલ, બીજલ જોશી, જાનકી બોડીવાલા, લીના જુમાની, વ્યોમા નાંદી, માનસી પારેખ, સુરભી ઝવેરી વ્યાસ, દિક્ષા જોશી, ઇશા‌ કંસારા,અવની મોદી, મોનલ ગજ્જર, પૂજા ઝવેરી, જીનલ બેલાની, પૂજા જોશી, વિનીતા મહેશ, ડિમ્પલ બિસ્કિટવાલા, ટ્વિંકલ વશિષ્ઠ, જોલી રાઠોડ, તારિકા ત્રિપાઠી, દિપના પટેલ, અલીશા પ્રજાપતિ, નેહા શર્મા, પ્રાચી ઠાકર, સંદીપ પટેલ, વિરલ શાહ, પ્રિન્સ ગુપ્તા, પાર્થિવ ગોહિલ, જીગરા ઉર્ફે જીગરદાન ગઢવી, આદિત્ય ગઢવી, મિત જૈન, બિન્ની શર્મા, ભૂમિ ત્રિવેદી, ઐશ્વર્યા મજમુદાર, RJ ધ્વનિત, RJ પલક, રાહુલ મુંજારિયા, ભાર્ગવ પુરોહિત, મિતાઈ શુક્લા, નેહલ બક્ષી

ધ મિસ્ટર ડી શો, ગુજરાતી ફિલ્મો, ગુજરાતી નાટકો અને અન્ય ગુજરાતી શો ની માહિતી મેળવવા અમને ફોલો કરો, અમારા ફેસબુક પેજને લાઈક કરો તેમજ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર ફોલો કરો.

https://www.facebook.com/gujaratimovies

https://www.instagram.com/gujaratimovies

હવે નહીં થાય ફેમિલી સર્કસ અને શરતો લાગુ એકસાથે રિલીઝ

આ શુક્રવારે ૧૯ ઓક્ટોબરે બે મોટી ગુજરાતી ફિલ્મો “ફેમિલી સર્કસ” અને “શરતો લાગુ” એકસાથે રિલીઝ થવાની હતી જે હવે નહીં થાય. ફિલ્મ “શરતો લાગુ” ના નિર્માતાઓએ ફિલ્મ ની રિલીઝ એક સપ્તાહ પાછળ લઈ જવાનું નક્કી કર્યું છે. શરતો લાગુ હવે ૨૫ ઓક્ટોબરે રિલીઝ થશે. આ ખૂબ જ આવકારદાયક પગલું છે. એક તો ગુજરાતી ફિલ્મો જોનારો સીમિત વર્ગ અને તેમાં પણ જો એકસાથે બે ફિલ્મો રિલીઝ થાય તો સ્વાભાવિક છે કે ફિલ્મોને મળતા થીયેટરો અને કલેક્શન માં પણ ઘટાડો થવાનો જ. હવે “ફેમિલી સર્કસ” એક દિવસ વહેલા ૧૮ ઓક્ટોબરે અને “શરતો લાગુ” ૨૫ ઓક્ટોબરે રિલીઝ થશે.

ગુજરાતી ફિલ્મોની સોપ્રથમ માહિતી મેળવવા માટે લાઈક કરો, ફોલો કરો અમારા પેજીસ અને બ્લોગ

http://www.facebook.com/gujaratimovies

http://www.twitter.com/gujaratimovies

http://www.instagram.com/gujaratimovies

http://www.gujaratimovies.wordpress.com

આ શુક્રવારે થશે બે મોટી ગુજરાતી ફિલ્મો રીલીઝ

આમ તો નિર્માતાઓ બે ગુજરાતી ફિલ્મોને એકસાથે રિલીઝ કરવાનું ટાળતા હોય છે, પરંતુ ૧૯મી ઓક્ટોબરે બે મોટી ગુજરાતી ફિલ્મો “ફેમિલી સર્કસ” અને “શરતો લાગુ” રિલીઝ થશે. ફેમિલી સર્કસ ના નિર્માતાઓએ સૌપ્રથમ રિલીઝ ડેટ ૧૯ ઓક્ટોબર જાહેર કરી હતી, જ્યારે શરતો લાગુ ની રિલીઝ ડેટ પછીથી જાહેર કરવામાં આવી હતી.

વિરલ રાવ દિગ્દર્શિત “ફેમિલી સર્કસ” એક ફૂલ ટુ મસાલા કોમેડી ફિલ્મ છે જેમાં મુખ્ય કલાકારો તરીકે રોનક કામદાર, મિત્ર ગઢવી, ભરત ચાવડા, એમ મોનલ ગજ્જર તથા સ્મિત પંડ્યા છે અને ગુજરાતી સિનેમાની કદાચ એકમાત્ર ફિલ્મ હશે જેનું શૂટ ૯૦ દિવસ સુધી ચાલ્યું હોય. આમ તો ગુજરાતી ફિલ્મ ૨૫ થી ૪૦ દિવસમાં શૂટ થઈ જતી હોય છે, પણ આ બાબતમાં ફેમિલી સર્કસ નો આ રેકોર્ડ કહી શકાય એમ છે, જ્યારે નીરજ જોષી દિગ્દર્શિત “શરતો લાગુ” એક રોમેન્ટીક ફિલ્મ છે, જેમાં મુખ્ય કલાકારો તરીકે મલ્હાર ઠાકર, દિક્ષા જોષી છે. ફિલ્મ ના બે ગીતો “પંખી રે પંખી રે” અને “મન મેળો* ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. આ રહ્યું શરતો લાગુ નું ટ્રેલર

અને આ છે ફેમિલી સર્કસ નું ટ્રેલર

ઘણી વાર હિન્દી ફિલ્મો માં એવું બન્યું છે કે બે ફિલ્મો ની ટક્કર થી બંને ફિલ્મો ને ફાયદો થયો હોય, તો શું આ વખતે ગુજરાતી ફિલ્મો માં પણ એવું થશે કે એકસાથે રિલીઝ કરવાથી બંને ફિલ્મોને ફાયદો થાય ? શું આપણી ગુજરાતની જનતા એકસાથે બે ગુજરાતી ફિલ્મો જોવા તૈયાર છે ? જવાબ માટે તો રાહ જોવી જ રહી

ગુજરાતી ફિલ્મોની સોપ્રથમ માહિતી મેળવવા માટે લાઈક કરો, ફોલો કરો અમારા પેજીસ અને બ્લોગ

http://www.facebook.com/gujaratimovies

http://www.twitter.com/gujaratimovies

http://www.instagram.com/gujaratimovies

http://www.gujaratimovies.wordpress.com

ગુજરાતી ફિલ્મ “ફેમિલી સર્કસ” નું ધમાકેદાર ટ્રેલર

આજકાલ ગુજરાતી ફિલ્મોની બોલબાલા વધી ગઈ છે. સારી ક્વોલિટી ની ફિલ્મો વધુ સંખ્યામાં બનવા લાગી છે અને એટલે જ દર્શકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આવી જ એક ધમાકેદાર ફિલ્મ આવી રહી છે જેનું નામ છે “ફેમિલી સર્કસ” જેનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ લોન્ચ થયું. વિરલ રાવ દિગ્દર્શિત આ ફિલ્મનું ટ્રેલર કોઈ બોલીવુડ ફિલ્મથી જરા પણ કામ નથી. ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ખૂબ જ ઊંચી જણાય છે. આ ફિલ્મ સૌથી લાંબી શૂટ થયેલી ફિલ્મ ગણાય છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં રોનક કામદાર, મિત્ર ગઢવી, એમ મોનલ ગજ્જર, ભરત ચાવડા, સ્મિત પંડયા તેમજ મેહુલ બૂચ છે. ફેમિલી સર્કસ ૧૯ ઓક્ટોબરે રિલીઝ થશે. આ રહ્યું ફિલ્મનું ટ્રેલર.

ગુજરાતી ફિલ્મોની સોપ્રથમ માહિતી મેળવવા માટે લાઈક કરો, ફોલો કરો અમારા પેજીસ અને બ્લોગ

http://www.facebook.com/gujaratimovies

http://www.twitter.com/gujaratimovies

http://www.instagram.com/gujaratimovies

http://www.gujaratimovies.wordpress.com

ગુજરાતી ‘વેન્ટિલેટર’ નું પોસ્ટર લોન્ચ થયું

ઉમંગ વ્યાસ દિગ્દર્શીત, ફાલ્ગુની પટેલ તથા લોરેન્સ ડિસોઝા નિર્મીત ગુજરાતી ફિલ્મ ‘વેન્ટિલેટર’ નું પોસ્ટર આજે લોન્ચ થયું. નેશનલ એવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’ પરથી બનેલી આ ગુજરાતી ફિલ્મમાં જેકી શ્રોફ, સંજય ગોરડિયા, પ્રતિક ગાંધી, મિત્ર ગઢવી, જયેશ મોરે, ઓજસ રાવલ, મનન દેસાઈ, મેહુલ બુચ, પદ્મેશ પંડિત, અર્ચન ત્રિવેદી, ઉત્કર્ષ મજુમદાર, તેજલ વ્યાસ, ભૈરવી વૈદ્ય તથા અન્ય ઘણા જાણીતા કલાકારો જોવા મળશે. વાર્તાનું ગુજરાતીકરણ કર્યું છે નિરેન ભટ્ટ અને કરન વ્યાસે. સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. વેન્ટિલેટર 14 સપ્ટેમ્બરે રીલીઝ થશે. આ રહ્યું પોસ્ટર

ગુજરાતી ફિલ્મોની સોપ્રથમ માહિતી મેળવવા માટે લાઈક કરો, ફોલો કરો અમારા પેજીસ અને બ્લોગ

http://www.facebook.com/gujaratimovies

http://www.twitter.com/gujaratimovies

http://www.instagram.com/gujaratimovies

http://www.gujaratimovies.wordpress.com

શું થયું ? ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું

શું થયું ?

મિત્રો, શું થયું એમ અમે નથી પુછતા પણ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું ટાઈટલ છે ‘શું થયું ?’ અને આજે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું. ‘છેલ્લો દિવસ’ અને ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ પછી ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છેલ્લો દિવસના કલાકારોને લઈને એક નવી જ વાર્તા સાથે આવી રહ્યા છે જેનું નામ છે ‘શું થયું ?’ ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ નો બીજો ભાગ નથી. સામ્યતા એટલી જ છે કે મોટા ભાગના કલાકારો એ જ છે. મુખ્ય કલાકારોમાં મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, કિંજલ રાજપ્રિયા, આર્જવ ત્રિવેદી, નેત્રી ત્રિવેદી, રાહુલ રાવલ, મયુર ચૌહાણ તથા જય ભટ્ટ, વગેરે કલાકારો જોવા મળશે. નિર્માતા મહેશ દાનાન્વાર અને વૈશલ શાહ છે. ફિલ્મ 24 ઓગસ્ટે રીલીઝ થવાની છે. આ રહ્યું ફિલ્મનું ટ્રેલર તથા પોસ્ટર

ગુજરાતી ફિલ્મોની સોપ્રથમ માહિતી મેળવવા માટે લાઈક કરો, ફોલો કરો અમારા પેજીસ અને બ્લોગ

http://www.facebook.com/gujaratimovies

http://www.twitter.com/gujaratimovies

http://www.instagram.com/gujaratimovies

http://www.gujaratimovies.wordpress.com

તેઓ ફરી આવી રહ્યા છે

સુપરહીટ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ ની ટીમ ફરી એકસાથે આવી રહી છે. નિર્માતા વૈશલ શાહ અને દિગ્દર્શક કે.ડી. (કૃષ્ણદેવ યાગ્નીક) ફરીવાર છેલ્લો દિવસની સાથે ફિલ્મ લઈને આવી રહ્યા છે.

મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, આર્જવ ત્રિવેદી, કિંજલ રાજપ્રિયા સહિતના મોટા ભાગના કલાકારો એ જ છે અને દિગ્દર્શન કે.ડી. સરનું છે પણ વાર્તા આ વખતે અલગ છે. આ છેલ્લો દિવસનો બીજો ભાગ નથી પણ ધમાલ એનાથી પણ વધારે છે. વધુ વિગતો માટે જોતા રહો અમારા પેજીસ અને બ્લોગ.

http://www.facebook.com/gujaratimovies

http://www.twitter.com/gujaratimovies

http://www.instagram.com/gujaratimovies

http://www.gujaratimovies.wordpress.com