‘નાસૂર’ ફિલ્મનું ટીઝર રીલીઝ થયું

ગુજરાતી ફિલ્મ ‘નાસૂર’ નું ટીઝર આજે રીલીઝ થયું. રિશિલ જોષી દિગ્દર્શિત આ ફિલ્મમાં હિતુ કનોડિયા, નિલમ પંચાલ, ડેનિશા ઘૂમરા, હિના જયકિશન, હેમીન ત્રિવેદી સહિતના કલાકારો છે. ફિલ્મની વાર્તા કાજલ મહેતાએ લખી છે અને નિર્માતા છે મનોજ આહિર. ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીના રોજ રીલીઝ થવાની છે.

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને હમણાં જ ફોલો કરી લો.

ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ નું ટીઝર લોન્ચ થયું

પાલિતાણાના શેત્રુંજયની શૌર્યગાથા રજૂ કરતી વિમલકુમાર ધામી લિખિત નવલકથા ‘અમર બલિદાન’ પરથી બનેલી ઐતિહાસીક ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ નું ટીઝર લોન્ચ થયું. વિજયગીરી બાવા દિગ્દર્શિત આ ફિલ્મને ટ્વિંકલ બાવા, વિજયગીરી બાવા, પ્રવીણ પટેલ, ડો. જયેશ પાવરા અને તુષાર શાહ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, ચેતન ધાનાણી, ફિરોઝ ઇરાની, કોમલ ઠક્કર, કલ્પના ગાગડેકર, વિશાલ વૈશ્ય, જગજીતસિંહ વાઢેર, જય ભટ્ટ, રાગી જાની, તત્સત મુન્શી, શૌનક વ્યાસ સહિત બીજા અનેક કલાકારો ધરાવતી આ ફિલ્મમાં વાર્તા, સ્ક્રિનપ્લે રામ મોરી અને વિજયગીરી બાવાએ લખ્યા છે, મેહુલ સુરતીએ સંગીત આપ્યું છે અને આ ફિલ્મ ૧૬ ફેબ્રુઆરીએ રીલીઝ થવાની છે.

કસુંબો નું ટીઝર (Teaser of Kasoombo)

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને અત્યારે જ ફોલો કરી દો.

‘હરિ ૐ હરિ’ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું

ગુજરાતી ફિલ્મ ‘હરિ ૐ હરિ’ નું ટીઝર આજે લોન્ચ થયું. સિદ્ધાર્થ રાંદેરીયા, રોનક કામદાર, વ્યોમા નાંદી, શિવમ પારેખ અભિનીત આ ફિલ્મને નિસર્ગ વૈદ્યએ ડિરેક્ટ કરી છે અને સંજય છાબરિયાએ પ્રોડ્યૂસ કરી છે. ગીતો પ્રિયા સરૈયા, નિરેન ભટ્ટ અને દિલીપ રાવલે લખ્યા છે તથા સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. ફિલ્મ ૨૪ નવેમ્બરે રીલીઝ થવાની છે. આ રહ્યું ફિલ્મનું ટીઝર

Hurry Om Hurry teaser

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ જાણકારી માટે અમને ફોલો કરો

#GujaratiMovies

રીલીઝ થયું ગુજરાતી ફિલ્મ “હું અને તું” નું ટીઝર

પ્યાર કા પંચનામા, દૃશ્યમ, ખુદા હાફિઝ, બાટલા હાઉસ જેવી અનેક બોલિવૂડ ફિલ્મો બનાવનાર બોલીવુડનું જાણીતું પ્રોડક્શન હાઉસ પેનોરમા સ્ટુડિયોઝ હવે ગુજરાતી ફિલ્મોના નિર્માણમાં ઝંપલાવી ચૂક્યું છે. કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠકના પેનોરમા સ્ટુડિયોઝ તથા સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન ના સહયોગમાં બનેલી ગુજરાતી ફિલ્મ “હું અને તું” નું ટીઝર આજે રીલીઝ થયું.

મનન સાગરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, પરીક્ષિત તમાલિયા, સોનાલી લેલે દેસાઈ, પૂજા જોશી સહિતના કલાકારો છે. વાર્તા, સ્ક્રીનપ્લે અને ડાયલોગ્ઝ વિનોદ સરવૈયાએ લખ્યા છે જ્યારે સીનેમેટોગ્રાફર તરીકે વિકાસ જોશી છે. ફિલ્મનું સંગીત કેદાર-ભાર્ગવે આપ્યું છે. ફિલ્મ ૩૦ ઓગસ્ટે રીલીઝ થવાની છે.

Teaser of Gujarati movie “Hu ane Tu”

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને અત્યારે જ ફોલો કરી લો.

ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’ નું ટીઝર રીલીઝ

ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’ નું ટીઝર આજે રીલીઝ થયું. ફિલ્મની વાર્તા, પટકથા અને સંવાદ જીનલ બેલાનીએ લખ્યા છે અને દિગ્દર્શન તથા નિર્માણ જીનલ બેલાની અને ભૌમિક સંપટે કર્યું છે. હિરલ કાવા અને પારસ કાવા ફિલ્મના સહનિર્માતા છે જ્યારે નીતિન કેની પ્રસ્તુતકર્તા છે. ફિલ્મના ડીઓપી તપન વ્યાસ છે, એડિટર રાકેશ સોની છે અને સંગીત ભાવેશ શાહનું છે. ફિલ્મમાં જીનલ બેલાની, ભૌમિક સંપટ, મુનિ ઝા, ભાવિની જાની, પ્રેમ ગઢવી, હેમાંગ દવે, રોનક કામદાર, મેહુલ બૂચ, અનુરાગ પ્રપન્ના, ઓજસ રાવલ સહિતના કલાકારો જોવા મળશે. ફિલ્મમાં મનોરંજનની સાથે સામાજીક સંદેશ પણ છે. ફિલ્મમાં લોન, ક્રેડિટ કાર્ડ અને વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોની વ્યથા કોમેડી સાથે બતાવવામાં આવી છે. ફિલ્મ ‘ભગવાન બચાવે’ ૨ ડિસેમ્બરે રીલીઝ થવાની છે.

Teaser of Gujarati movie “Bhagwan Bachave”

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ માહિતી માટે અમને ફોલો કરો

ગુજરાતી ફિલ્મ ‘કહી દે ને પ્રેમ છે’ નું ટીઝર રીલીઝ થયું

ગુજરાતી ફિલ્મ ‘સૈયર મોરી રે’ માં જેણે બધાના મનડા મોહી લીધા હતા એ હિરોઈન યુક્તિ રાંદેરિયા સાથે વિશાલ સોલંકીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી રોમેન્ટિક ગુજરાતી ફિલ્મ ‘કહી દે ને પ્રેમ છે’ નું ટીઝર રીલીઝ થયું. ફિલ્મમાં અન્ય કલાકારોમાં સ્મિત પંડ્યા અને હિના વર્દે છે. નિશીથ બ્રહ્મભટ્ટે ફિલ્મ ડિરેકટ કરી છે અને ડો.જયેશ પાવરાએ પ્રોડ્યુસ કરી છે. પાર્થ ભરત ઠક્કરે ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે. ફિલ્મની રીલીઝ ડેટ ૧૧ નવેમ્બર છે. ટુંક સમયમાં ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવશે.

Teaser of Gujarati movie “Kahi De Ne Prem Che”

ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મનોરંજનની લેટેસ્ટ અપડેટ માટે અમને ફોલો કરો

ગુજરાતી ફિલ્મ ‘મેડલ’ નું ટીઝર રીલીઝ થયું

ગુજરાતી ફિલ્મ ‘મેડલ’ નું ટીઝર આજે રીલીઝ થયું. ફિલ્મમાં જયેશ મોરે, કિંજલ રાજપ્રિય, મૌલિક નાયક, હેમાંગ દવે, આકાશ ઝાલા, અર્ચન ત્રિવેદી, વૈશાખ રતનબેન, પ્રાપ્તિ અજવાળિયા, ચેતન દૈયા, શૌનક વ્યાસ સહિતના કલાકારો છે. ધવલ શુકલે ફિલ્મને ડિરેકટ કરી છે અને ધ્રુવીન શાહે પ્રોડ્યુસ કરી છે. વાર્તા વૈશાખ રતનબેનની‌ છે જ્યારે સંગીત કુશલ ચોકસીએ આપ્યું છે. ફિલ્મ ૨૫ નવેમ્બરે રીલીઝ થશે.

Teaser of Gujarati movie “Medal”

ગુજરાતી ફિલ્મો અને અન્ય મનોરંજનની લેટેસ્ટ અપડેટ્સ માટે અમને ફોલો કરો

ગુજરાતી ફિલ્મ ‘ચબુતરો’ નું ટીઝર રીલીઝ

ગુજરાતી ફિલ્મ ‘ચબુતરો’ નું ટીઝર રીલીઝ થયું. આ ફિલ્મમાં રોનક કામદાર, અંજલિ બારોટ સાથે ધર્મેશ વ્યાસ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ ચાણક્ય પટેલે ડિરેકટ કરી છે અને નેહા રાજોરાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં વિદેશમાં વસતા ભારતીય યુવાનની વાત છે જેને વિદેશમાં રહેવું પસંદ છે. ફિલ્મ ૪ નવેમ્બરે રીલીઝ થશે. પ્રસ્તુત છે ફિલ્મનું ટીઝર

Chabutro official teaser

ગુજરાતી ફિલ્મો અને મનોરંજનની લેટેસ્ટ અપડેટ માટે અમને ફોલો કરો #GujaratiMovies

ગુજરાતી ફિલ્મ ‘કેમ છો નું પોસ્ટર અને ટીઝર રિલીઝ થયા

ગુજરાતી ફિલ્મ ‘કેમ છો ?’ નું પોસ્ટર અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યા છે. વિપુલ શર્મા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિય મુખ્ય ભૂમિકા ભજવે છે અને ફિલ્મનું નિર્માણ કર્યું છે શૈલેષ ધામેલિયાએ. ફિલ્મની ટેગલાઈન છે ‘દરેક પરણિત પુરુષની આત્મકથા’ ફિલ્મ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થશે.

આ રહ્યું ફિલ્મનું ટીઝર

Teaser and poster of Tushar Sadhu, Kinjal Rajpriya starrer Gujarati film “Kem Chho” Directed by Vipul Sharma, produced by Shailesh Dhameliya released. Film will release on 17th January 2020.

ગુજરાતી ફિલ્મો, થિએટર અને સંગીતની લેટેસ્ટ જાણકારી માટે અમને ફોલો કરો

https://gujaratimovies.wordpress.com

આપ અમને સોશ્યલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો.

http://www.instagram.com/gujaratimovies

http://www.facebook.com/gujaratimovies

http://www.twitter.com/gujaratimovies

ગુજરાતી ફિલ્મ “મચ્છુ” નું ધસમસતું ટીઝર

ઓ હો હો હો હો …….


આવું કદાચ પહેલી વાર થઈ રહ્યું હશે કે કોઈ ગુજરાતી ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ ખૂબ જ ઝડપથી લોકો સુધી પહોંચી રહ્યું છે અને લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે. માત્ર એક જ દિવસમાં ગુજરાતી ફિલ્મ “મચ્છુ” ના ટીઝર ના આપણી યુટ્યુબ ચેનલ પર ૨૩૦૦૦ થી વધુ વ્યુઝ, જેએમડીવી ક્રિસ્ટલ પિક્ચર્સની યુટ્યુબ ચેનલ પર ૪૮૦૦૦ વ્યુઝ અને અદિતિ રાવલની યુટ્યુબ ચેનલ પર ૫૬૦૦૦ વ્યુઝ મળીને આશરે ૧,૨૭,૦૦૦ થી વધુ વ્યુઝ થઈ ચૂક્યા છે. આ સિવાય ફેસબુક પર ૭૯૦૦૦ વ્યુઝ થઈ ચૂક્યા છે અને ઈન્સ્ટાગ્રામ પરના વ્યુઝ જુદા અને આ વાંચતા હશો ત્યાં સુધીમાં આ આંકડો ખબર નહીં કેટલે પહોંચશે! આ એક ગુજરાતી માટે અને એક ગુજરાતી ફિલ્મમેકર માટે ગર્વ લેવા જેવી વાત કહેવાય.

ગુજરાતી ફિલ્મમેકર્સ, કોલમીસ્ટ, ક્રિટિક્સ અને જેણે જેણે પણ આ ટીઝર જોયું છે એના ભરપૂર વખાણ કર્યા છે. એનું શોટ ટેઇકીંગ, બેકગ્રાઉન્ડ મ્યુઝીક, વીએફએક્સ, વગેરે પ્રસંશનીય છે અને ઉત્તમ કક્ષાની ફિલ્મ જણાય છે. ટીઝર જોયા બાદ ટ્રેલર માટેની આતુરતા વધતી જાય એ સ્વાભાવિક છે. આ કક્ષાની ફિલ્મ બનાવવા બદલ ફિલ્મ ડિરેક્ટર શૈલેષ લેઉવા અને પ્રોડ્યુસર જતીન પટેલની હિંમતને દાદ દેવી પડે. ફિલ્મની રિલીઝ બાબતે મેકર્સ દ્વારા હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જો તમે આ ગુજરાતી ફિલ્મ “મચ્છુ” નું ટીઝર ન જોયું હોય તો આ રહ્યું ટીઝર. જુઓ અને શેર કરો


https://youtu.be/yBjqXZ43vT4

ગુજરાતી ફિલ્મો અને થિએટર ની લેટેસ્ટ જાણકારી માટે અમને ફોલો કરો

https://gujaratimovies.wordpress.com

આપ અમને સોશ્યલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો.

http://www.instagram.com/gujaratimovies

http://www.facebook.com/gujaratimovies

http://www.twitter.com/gujaratimovies