ગુજરાતી ફિલ્મ ‘રેવા’ નું ટ્રેલર લોન્ચ થયું

ધ્રુવ ભટ્ટની સાહિત્ય એકેડેમી એવોર્ડ વિજેતા નોવેલ ‘તત્વમસી’ પરથી બનેલી ફિલ્મ ‘રેવા’ નું ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું. રાહુલ ભોલે અને વિનિત કનોજીયાએ આ ફિલ્મની રાઇટીંગ, ડિરેક્શન અને એડિટીંગની ત્રણેયની જવાબદારીઓ લીધી છે. પરેશ વોરા નિર્માતા છે. ચેતન ધનાની, મોનલ ગજ્જર, યતીન કાર્યેકર, દયાશંકર પાંડે અને અભિનય બેન્કર પ્રમુખ ભૂમિકામાં જોવા મળશે. સિનેમેટોગ્રાફી સુરજ કુરાડેની છે.

રેવા 6 એપ્રિલે રિલીઝ થશે.

મિજાજ નું ટ્રેલર થયું લોન્ચ

કંઇક હટકે અને એક્શનપેક ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ નું ટ્રેલર આવી ગયું છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, રેવન્ત સારાભાઇ, ઇશા કંસારા સાથે અભિનય બેંકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના દિગ્દર્શક છે તપન વ્યાસ, જેમણ આ પહેલા ઓ ત્તારી ફિલ્મ દિગ્દર્શીત કરી હતી. જુઓ આ ફિલ્મનું ટ્રેલર અને પસંદ પડે તો તમારા મિત્રોને પણ શેર કરો.