‘તારી મારી વાતો’ ગીત નો વિડિયો રિલીઝ થયો

ગુજરાતી ફિલ્મ “ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર” ના પ્રથમ રોમેન્ટિક ગીત ‘તારી મારી વાતો’ નો વિડીયો રિલીઝ થયો. આ ગીતના શબ્દો લખ્યા છે ભાર્ગવ પુરોહિતે, સંગીત આપ્યું છે રાહુલ મુંજરિયાએ અને ગાયક છે કે.કે. ધ્વનિ ગૌતમ દિગ્દર્શિત આ ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૧૯ માં રિલીઝ થાય તેવી શક્યતા છે. જુઓ આ સુંદર ગીત

ગુજરાતી ફિલ્મ ‘બલૂન’ નું ટ્રેલર લોન્ચ થયું

ગુજરાતી ફિલ્મ “‘અરમાન’ ના દિગ્દર્શક રેહાન ચૌધરીએ હવે નિર્માણ કરી છે ગુજરાતી ફિલ્મ “બલૂન” જેનું ટ્રેલર હાલમાં જ લોન્ચ થયું. આ ફિલ્મના લેખક તેમજ દિગ્દર્શક છે રશેશ દેસાઈ અને મુખ્ય ભૂમિકા ભજવે છે નવજોત સિંહ ચૌહાણ તેમજ આરતી રાજપૂત. સંગીત આપ્યું છે સમીર-માનાએ. ૧૪ ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે. પ્રસ્તુત છે આ ફિલ્મનું ટ્રેલર

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ જાણકારી માટે તમે અમને ફોલો કરી શકો છે.

ગુજરાતી ફિલ્મ ‘મિડનાઇટ્સ વિથ મેનકા’ રિલીઝ થઈ

વિરલ શાહ દિગ્દર્શિત, કોકોનટ મોશન પિક્ચર્સ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘મિડનાઇટ્સ વિથ મેનકા’ આજે રિલીઝ થઈ છે. મલ્હાર ઠાકર, ઈશા કંસારા, હાર્દિક સાંગાણી, વિનીતા રાજપૂતને પ્રમુખ ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મનો કોન્સેપ્ટ તદ્દન અલગ છે, જે એક રિયલ સ્ટાર ની ફેક સ્ટોરી છે.

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ માહિતી માટે ફોલો કરો

જાહેર થયો સૌપ્રથમ સાયન્સ ફિક્શન ગુજરાતી ફિલ્મ “શોર્ટ સર્કિટ” નો ફર્સ્ટ લુક

ઘણી બધી રાહ જોવડાવ્યા પછી આખરે આજે ફૈસલ હાશ્મી દિગ્દર્શિત સૌપ્રથમ સાયન્સ ફિક્શન ગુજરાતી ફિલ્મ “શોર્ટ સર્કિટ” નો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો.આ ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં લોકપ્રિય આર જે ધ્વનિત ઠાકર, કિંજલ રાજપ્રિય, સ્મિત પંડ્યા તથા ઉત્કર્ષ મજમુદાર છે. સંગીત મેહુલ સુરતી એ આપ્યું છે. ફિલ્મ ૧૧ જાન્યુઆરી એ રિલીઝ થશે. ફૈસલ હાશ્મી અને ધ્વનિત ની જોડી આ પહેલા પણ “વિટામિન શી” નામની સુપરહિટ ફિલ્મ આપી ચુકી હોવાથી તેમજ સૌપ્રથમ સાયન્સ ફિક્શન ફિલ્મ હોવાથી તેમની પાસેથી લોકોની અપેક્ષાઓ ખૂબ જ ઊંચી છે.

ગુજરાતી ફિલ્મોની તાજા ખબરો માટે અમારા ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પેજીસ લાઇક કરો, ફોલો કરો

http://www.facebook.com/gujaratimovies

http://www.twitter.com/gujaratimovies

http://www.instagram.com/gujaratimovies