શૂટ ચાલે છે ગુજરાતી ફિલ્મ ‘ફ્રેન્ડો’ નું

અલગ અલગ વિષયો અને કથાવસ્તુ સાથે ગુજરાતી ફિલ્મો બને છે અને વધુ ને વધુ લોકો ગુજરાતી ફિલ્મો જોતા થયા છે. જેઓ અગાઉ ક્યારેય ગુજરાતી ફિલ્મો જોતા ન હતા તે પણ ગુજરાતી ફિલ્મો જોઈને એમ કહે છે હવે ગુજરાતી ફિલ્મો સારી બને છે. લોકોના આ પ્રતિસાદને કારણે હવે ગુજરાતી ફિલ્મમેકર્સનો જુસ્સો વધ્યો છે અને નવી નવી ગુજરાતી ફિલ્મો બનવા લાગી છે.

(Frendo movie clapboard)

હાલમાં એક નવી ગુજરાતી ફિલ્મનું અમદાવાદમાં શૂટ થઈ રહ્યું છે, જેનું નામ છે ‘ફ્રેન્ડો’ . વીર બંસરી ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મને વિપુલ શર્મા ડિરેક્ટ કરી રહ્યા છે અને સિનેમેટોગ્રાફર શ્રીકુમાર નાયર છે. આ ફિલ્મમાં તુષાર સાધુ, જય પંડયા, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ, કુશલ મિસ્ત્રી, ટ્વિન્કલ પટેલ, શિવાની પાંડે, રાગી જાની, પ્રશાંત બારોટ અને જૈમિનિ ત્રિવેદી સહિતના કલાકારો છે.

(Frendo cast)
(Director Vipul Sharma checking the shot)

ગુજરાતી ફિલ્મોની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમને ફોલો કરી લો

#GujaratiMovies